અમદાવાદમાં ઓનલાઇન બિનખેતી NA હુકમોનું વિતરણ તેમજ વિવિધ મહેસુલી કચેરી-ભવનોના લોકાર્પણ અવસરે વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા આજે ઓન લાઇન મંજુર થયેલા બીન ખેતી હુકમ પત્રકોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અમદાવાદના કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યમા મુખ્યમંત્રીએ પ્રતિક હુકમો સોપ્યા હતા આ પ્રસંગે મહેલુસ પ્રધાન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
નાગરિકોને જન્મ-મૃત્યુના દાખલા-પ્રમાણપત્રોથી લઇ સરકારમાંથી મેળવવાના થતા તમામ દાખલા-પ્રમાણપત્રો આગામી પાંચ વર્ષમાં ઓનલાઇન કરી દેવાની નેમ છે. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે-બિનજરૂરી તુમારમાં કામો અટવાય નહિ-ઇમાનદારીની કદર થાય એવી વ્યવસ્થા વિકસાવી છે.
જમીન બિનખેતી NA કરવાની સમગ્ર પધ્ધતિને ઓનલાઇન કરવાનું આ ક્રાંતિકારી કદમ દૂરોગામી પરિણામો આપશે. જટિલ પ્રક્રિયાનું સરળીકરણ થઇ જતાં 90 દિવસમાં થતી આ પ્રક્રિયા 9 દિવસમાં પૂરી થઇ જાય છે. અગાઉ 17 ટેબલે ફરતી NAની ફાઇલ હવે 3 ટેબલે જ જાય છે અને ONLINE NA હુકમ નિશ્ચિત સમયાવધિમાં મળી રહી છે.