સામગ્રી
- ૪ નંગ બ્રેડની સ્લાઇસ
- ૪ ટેબલ-સ્પૂન બટર
- ૮ નંગ કાકડીની સ્લાઇસ
- ૮ નંગ પાઇનેપલ સ્લાઇસ
- ૧ ચાટ મસાલો
- ૮ નંગ સફરજનની સ્લાઇસ
ફ્રૂટ ચટણી
- બે સ્લાઇસ પાઇનેપલ
- ૧ મીડિયમ સફરજન (છાલ કાઢીને લેવું)
- અડધો ટેબલ-સ્પૂન લીંબુનો રસ
- બે ટેબલ-સ્પૂન સાકર
- સ્વાદ અનુસાર મીઠું
- ૧ લીલું મરચું (સમારેલું)
- નાનો ટુકડો આદું
રીત
- ચટણીની બધી સામગ્રી મિક્સ કરીને મિક્સરમાં પીસી લેવી. હવે બ્રેડના ચાર ટુકડા કરો. બ્રેડની સ્લાઇસ પર બટર લગાવો. ફ્રૂટ ચટણી લગાવો. હવે કાકડી, સફરજન અને પાઇનેપલની સ્લાઇસ મૂકો. હવે બ્રેડની સ્લાઇસ લગાવો અને એક ટૂપિક લગાવીને સર્વ કરો.