જૂનાગઢ પધારેલા પૂ.જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.સાધ્વીવર્યા બેન મ.સા.ના આશિર્વાદ લેતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી મેઘાણી અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ
૨૨મા જૈન ર્તીર્થકર નેમિના ભગવાનની નિર્વાણભૂમિ ગિરનારની ર્તીયાત્રા માટે જૂનાગઢ પધારેલા પાર્શ્વના-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્રમ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોર્ધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. તા જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પ. પૂ. પ્રવર્તિની સાધ્વીવર્યા વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.) કાંતાબા જૈન સંકુલ ખાતે બિરાજમાન છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનના સપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ઈતિહાસકાર-સંશોધક-લેખક ડો. પ્રદ્યુમ્નભાઈ ખાચર, રૂપાયતનના સેવાભાવી મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઈ નાણાવટી, સનકવાસી જૈન સંઘના શિરિષભાઈ પંચમિયા, રાજપૂત સમાજના રાજેન્દ્રસિંહ રાયજાદા, પ્રો. રાજેન્દ્રસિંહ ઝાલા અને નેશનલ યુથ પ્રોજેક્ટના રાજેશભાઈ ભાતેલીયાએ પૂ. આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાહિત્ય-પ્રેમી પૂ. યશેશયશ મ.સા. પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૈન-કુળમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીએ ૧૨ વર્ષની ઉંમરે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્યની રચના કરી હતી જે ખાસ ઉલ્લેખનીય છે.
નિધનના સાત દાયકા પછી આજે પણ ઝવેરચંદ મેઘાણીનું જીવન-કવન નવી પેઢી માટે પ્રેરણાદાયી છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં ઝવેરચંદ મેઘાણીનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં તેમ પૂ. જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.એ લાગણીભેર જણાવ્યુ હતુ. રાષ્ટ્રીય-ભાવના ધરાવતા પરિવારમાં જન્મેલા પૂ. સાધ્વીવર્યા બેન મ.સા.એ શૈશવમાં શાળામાં ઝવેરચંદ મેઘાણીને પ્રત્યક્ષ ગાતાં સાંભળ્યાં હતાં. ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં સ્વરાંજલિ કાર્યર્ક્મો નું ભવ્ય આયોજન અગાઉ પાલીતાણા અને અમદાવાદ ખાતે પૂ. જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. અને પૂ. સાધ્વીવર્યા બેન મ.સા.ની પ્રેરણાી થયું હતું. જૂનાગઢ સાથે ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંભારણાં પિનાકી મેઘાણીએ વાગોળ્યા હતા. ગિરનાર અને જૂનાગઢ વિશે ઐતિહાસિક અને રસપ્રદ માહિતી ડો. પ્રદ્યુમ્નભાઈ ખાચરે આપી હતી. હેમંતભાઈ નાણાવટી અને ડો. પ્રદ્યુમ્નભાઈ ખાચરે પુસ્તકો ભેટ આપ્યા હતા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં જૂનાગઢ સાથે નાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે. સંસ્કૃત ઝવેરચંદ મેઘાણીનો અતિ પ્રિય વિષય. તે વખતે કાઠિયાવાડમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સંસ્કૃતના અધ્યાપન માટે સુખ્યાત હતી. પ્રો. મહાદેવ મલ્હાર જોશી જેવા સંસ્કૃતના પ્રખર વિદ્વાન તે વખતે અહીં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા.આથી પ્રેરાઈને ૧૯૧૫માં સંસ્કૃતના સઘન અભ્યાસ અર્થે એક સત્ર માટે બહાઉદ્દીન કોલેજમાં જોડાયા.‘ધૂમકેતુ’ એમના સહાધ્યાયી હતા. જૈન-કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી કોલેજ-અભ્યાસ દરમિયાન કાળવા ચોક વિસ્તારમાં આવેલ દશા શ્રીમાળી વણિક વિધાર્થી ભવનમાં રહ્યાં હતાં. એ હકીકતનો પુરાવો આજ પર્યન્ત કાળજીપૂર્વક સચવાયેલા સંસના ૧૯૧૫-૧૯૧૬ના અહેવાલમાંથી પ્રાપ્ત થયેલ છે. અહેવાલમાંની એ વરસના છાત્રોની યાદીમાં ઝવેરચંદ મેઘાણીનો ક્રમાંક ૩૩ પર ઉલ્લેખ છે. સંસ્થા એ ઝવેરચંદ મેઘાણીને ત્યારે સંપૂર્ણ ફી માફી આપી હતી. ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’, ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘રા ગંગાજળિયો’, ‘સોરઠી સંતો’, ‘પુરાતન જ્યોત’ જેવાં એમનાં લોકપ્રિય પુસ્તકોમાં આલેખાયેલા અનેક પ્રસંગોની પૃષ્ઠભૂમિ સોરઠ પંક છે.