પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા બાદ ‘અબતક’ના આંગણે પધાર્યા હતા વિજયભાઇ
વિજયભાઇ રૂપાણી ‘અબતક’ પરિવાર સાથે પારિવારિક ધરોબો ધરાવે છે
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ‘અબતક’ની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીને સ્ટાફે ફુલડે વધાવ્યા હતા; વિજયી ભવ:ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
વિકાસને વેગવંતો કરવામાં કોમનમેનની મહત્વની ભૂમિકા: બિનાબેન આચાર્ય
મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વિકાસ માટે ઘણી બાબતો ધ્યાનમાં લીધી છે અને નિર્ણયો કર્યા છે. કોઈપણ નિર્ણય માટેની દરખાસ્ત જયારે તેમની પાસે આવે છે ત્યારે ખૂબ ટૂંકા સમયમાં તેઓ જે તે વિષય પર નિર્ણય લેતા હોય છે અને આ નિર્ણય ફકત એક સિટી કે તાલુકા-જિલ્લા લેવલનો નહીં પરંતુ આખા ગુજરાત રાજયનો હોય છે. ત્યારે તેમની કામ કરવાની અલગ જ ખૂબી છે. વિજયભાઈનું નેતૃત્વ એક સંગઠનનું છે. નાનામાં નાના કાર્યકરથી લઈ બધા જ અધિકારીઓ સુધી વિજયભાઈ નેતૃત્વ રહેલું છે. જેટલા પણ અવિકસીત જિલ્લાઓ છે તેમનું પણ વિજયભાઈ ધ્યાન રાખી તેમના પર કામગીરી કરે છે. શહેરના હોય કે જિલ્લાના તમામ અધિકારી અને પદાધિકારી સાથે મળીને તેઓ કામ લેતા હોય છે. કયાં શહેરને શું જરૂર છે તેની તેમને ચોકકસ માહિતી પણ હોય છે. આ રીતે તેમનું નેતૃત્વ ઘણું વિશાળ છે.
ગુજરાતના વિકાસની વાત કરીએ તો દુનિયાના વિકસીત શહેરોમાં ગુજરાતના ખાસ કરીને સુરત અને રાજકોટ આવ્યા છે ત્યારે વિજયભાઈનું કામ દેખાય છે અને વિકાસ તરફી તેમનું જે વલણ છે તે પણ લોકો જોઈ શકે છે. એક મેયર તરીકે પણ જયારે અમારે વિજયભાઈને મળવાનું થતું હોય ત્યારે તેઓ હંમેશા કામ ઝડપી કેવી રીતે થાય અને શહેરનો વિકાસ કઈ રીતે વેગવંતો બને તે બાબતે જ ચર્ચાઓ થતી હોય છે. ખાસ કરીને મહિલાઓ માટે વિજયભાઈ ખુબ સંવેદનશીલ રહીને અભયમ હેલ્પલાઈનની ભેટ આપી છે અને મહિલાઓને લઈને પણ હંમેશા તેઓ હકારાત્મક વલણ દાખવી નિર્ણયો લેતા હોય છે.
સંગઠનનો અનુભવ વિજયભાઈને સરકારમાં કામ આવ્યો: ધનસુખભાઈ ભંડેરી
વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ નીમીતે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ ‘અબતક’ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ પ્રજા વચ્ચે રહેલા વ્યક્તિ છે અને વર્ષો સુધી સંગઠનમાં કામ કર્યું છે. તેના પરિણામ સ્વરૂપે વિજયભાઈ રૂપાણીને લોકોને સતાવતાપ્રશ્નો વિશે પૂર્ણ રૂપથી માહિતગાર છે જેનો લાભ હાલ ગુજરાતની જનતાને મળી રહ્યો છે. વિજયભાઈ રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધેલા છે તેમાં પણ હાલ સાંપ્રદ સમયની વાત કરીએ તો ખેડૂતોને લોન માફી અને મહેસુલમાં બિલ્ડરો હોય કે પછી કોઈ અન્યને ત્વરીત એનએ મળી જાય અને પોતાના પ્લાન પાસ થઈ જાય તે ખૂબજ ઐતિહાસિક નિર્ણય માનવામાં આવે છે.
વધુમાં તેઓએ વિજયભાઈ રૂપાણી સરકાર અને આનંદીબેન પટેલની સરકારની તુલનામાં જણાવતા કહ્યું હતું કે, આ બન્ને મુખ્યમંત્રીઓએ ગુજરાતની વિકાસ માળાને આગળ ધપાવી છે અને અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકોને રૂપાણી સરકાર તરફથી ઘણી અપેક્ષાઓ રહેલી છે અને સવિશેષ વિજયભાઈ રૂપાણી તે તમામ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા મહેનત પણ કરી રહ્યાં છે.
હું અને વિજયભાઇ બાળપણના મિત્રો: ગુણવંતભાઇ ડેલાવાળા
ગુણુભાઈ ડેલા વાળા એ જણાવ્યું હતું કે વિજયભાઈ અને હું એક સમયે સાથે ભણતાં હતાં એ સમય થી અમે મિત્રો છીએ અને હું એમને ત્યારથી ઓળખું છું. તેઓ બધા લોકો પ્રત્યે ખુબજ પ્રેમાળ છે અને અત્યારે પણ બધા લોકો ને સાથે રાખીને ચાલવામાં મને છે ત્યારે આજે પણ એટલાં જ કાર્યશીલ છે. આજે તેમના કાર્યકાળ ને એક વરસ પૂરું થયું છે જે દરમિયાન તેમને પ્રજાલક્ષી ખૂબ જ સારા કામો કર્યા છે અને લોકો વિશે હંમેશા વિચાર કર્યો છે ત્યારે હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
રાજયના વિકાસલક્ષી કાર્યો માટે રાજય સરકાર કાર્યરત: સમીર શાહ
આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યકાળ ને એક વર્ષ પૂર્ણ થયું છે જેની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રાજકોટના પ્રશ્નોને ઉકેલવામાં મુખ્યમંત્રીનો મહત્વનો ફાળો રહ્યો છે. તેઓ પોતાની ભૂમિકા સારી રીતે પૂર્ણ કરી રહ્યા છે. ખાસ તો રાજકોટનો સૌથી મોટો પ્રશ્ન હલ થયો જે બિરદાવવા લાયક છે. રાજયના વિકાસલક્ષી કાર્યો અવિરત થઈ રહ્યા છે અને આમ જ કાર્યો થાય છે. સફળતાપૂર્વક વર્ષ પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રીને શુભેચ્છા.
નપાણીયા સૌરાષ્ટ્રનું મ્હેણુ વિજયભાઈએ ભાંગ્યુ: જયોતિન્દ્રભાઈ મહેતા
જૈન અગ્રણી જયોતિન્દ્રભાઈ મહેતાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને જે મુખ્ય પ્રશ્ન સતાવતો હતો તે પાણી પ્રશ્ન હતો. ત્યારે સુરેન્દ્રનગર અને કચ્છમાં જે પાણીની અછત જોવા મળતી હતી તેને નર્મદાના પાણીથી દૂર કરી દીધી છે. સૌરાષ્ટ્રને જે નપાણીયાનું બિરુદ મળ્યું હતું તેને વિજયભાઈ રૂપાણીએ નાબૂદ કર્યું છે જે સુચવે છે કે વિજયભાઈ રૂપાણી ખરા અર્થમાં સંવેદનશીલ વ્યક્તિત્વ છે. વધુમાં જયોતિન્દ્ર મામાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષના ૩૬૫ દિવસમાં વિજયભાઈ રૂપાણી ૩૬૫ નિર્ણયો કર્યા છે જે હજુ સુધી કોઈ રાજયના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યા નથી. આનું એક માત્ર કારણ છે કે તેઓ પાયાનાપ્રશ્નોથી વાકેફ છે અને પાયાથી લોકો સાથે રહ્યાં છે. જેથી તેમને તમામ સમસ્યા, તકલીફોની તેમને ખબર છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, પાટીદાર આંદોલન વખતે જે સંવેદનશીલતાથી વિજયભાઈએ જે નિર્ણય લીધો તે કાબીલે તારીફ માનવામાં આવી રહ્યો છે. લોકોના કોઈ પણ પ્રશ્નો હોય કે લોકોની કોઈપણ સમસ્યા હોય તેને પોતાની તકલીફ સમજી અને તેનું નિરાકરણ કર્યું છે જેથી લોકોની અપેક્ષાઓ વિજયભાઈ તરફ ખૂબજ વધુ છે અને તેને પરિપૂર્ણ કરવા વિજયભાઈ રૂપાણી કટીબદ્ધ છે.
ત્વરિત નિર્ણયશક્તિથી વિજયભાઇ લોકપ્રિય બન્યા: ડો.ડી.વી.મહેતા
જીનિયસ સ્કૂલ ના ડો. ડી. વી.મહેતા એ જણાવ્યું હતું કે આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યકાળ ને એક વર્ષ પૂર્ણ થયું છે જેની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિજયભાઈ એ ચાર વર્ષ માં જે કામ થાય એ એક વર્ષ માં કરી બતાવ્યા છે. જે ખૂબ જ સારી બાબત છે. શિક્ષણ ક્ષેત્ર ની વાત કરીએ તો અમે જ્યારે પણ કોઈ રજૂઆત કરવા જઈએ તો બધા જ કામ બાજુ પ્ર મૂકીને તેઓ અમને સાંભળે છે અને તેનું ત્વરિત નિવારણ લાવે છે.એટલા માટે જ તેઓ રાજકોટ ના પનોતા પુત્ર તો છે જ સાથોસાથ લોકપ્રિય નેતા બન્યા છે. અમે તેમની સમગ્ર કામગીરીને બિરદાવી એ છીએ
એક વર્ષમાં રૂપાણી સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે: અર્જુનભાઇ ખાટરીયા
રાજકોટ જીલ્લા કોંગ્રેસના આગેવાન અને જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અર્જુનભાઇ ખાટરીયાએ જણાવ્યું હતું કે રુપાણી સરકાના ગુજરાત અને સૌરાષ્ટ્રની પ્રજાને જે સંતોષ થવું જોઇએ અને એક વર્ષના શાસનમાં જે રીતે બહુમતિથી પ્રજાએ શાસન આપ્યું હોય ત્યારે સમગ્ર ગુજરાતના ખેડુતોને બહુ મોટી હાડમારી, પોષણક્ષમ ભાવો મળવા જોઇએ કયાંક ભાવો અને ધિરાણોની સમસ્યાનો નિકાલ નથી આવ્યો. સૌથી મોટી ગંભીર સમસ્યા કાયદો અને વ્યવસ્થા છે. જેની સાથે યુવાનો અને બેરોજગાર લોકો માટે પેપર લિંક થવું એ બહુ મોટી ગંભીર બાબત કહેવાય. ભારતીય જનતા પાર્ટી આવી અનેક સમસ્યાનો નિર્વારણ નથી. લાવી શકી. ત્યારે તે કોંગ્રેસ પાર્ટી પર ખોટા આક્ષેપો કરે છે. અને સમગ્ર ગુજરાતને ઓઇ ઇન્ડીયા લેવલે એક મોડેલ તરીકે ચિતરવામાં આવે છે તે બાબત અહિં જુદી છે અને બીજા રાજયમાં અલગ દર્શાવવામાં આવે છે.
ગુજરાતના એક એક વ્યકિત ઉપર જે ૩ર થી ૩પ હજારનું દેવું છે. આની સાથે સરકાર ઉપર ગુજરાતનું બહુ મોટું દેવું છે.
યુવાનોને ખાલી દેખાવ અને મહોત્સવ દ્વારા જે દેખાદેખી કરે છે તેના લીધે પ્રજા નારાજ છે. આ રીતે દિલ્હીથી જે સરકાર ચલાવે છે. તેના લીધે બીજા રાજયોમાં પણ અસર થાય છે તેમ જણાવીને અર્જુનભાઇએ ઉમેર્યુ હતું કે સી.એમ. અને ડેપ્યુટી સી.એમ. ના અંદરો અંદર ના ઝઘડા અને માથાકુટ છે તેમાંથી બાર નથી નીકળ્યા આ પ્રજાના હિતના કોઇ નિર્ણયો લેવાયા નથી. આનંદીબેન સરકારી ટોલ કટ કરવાનો નિર્ણય કર્યો હતો. જે સારો હતો બારી રૂપાણી સરકારે કોઇ પ્રજાહીતના પગલા લીધા નથી. આ તમામ સમસ્યાનું નિરાકરણ રૂપાણી સરકાર આગામી ચાર વર્ષમાં લાવી શકશે કે કેમ? જે અંગેપણ પ્રશ્નાર્થ વ્યકત કર્યો હતો.
રૂપાણી સરકાર ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર: કમલેશ મિરાણી
વિજયભાઈ રૂપાણીના બીજા ટર્મના પ્રથમ વર્ષ પૂર્ણ થયાના અન્વયે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીની સરકાર સંવેદનશીલ સરકાર સાબીત થઈ છે. તેઓએ અનેકવિધ પ્રજાલક્ષી નિર્ણયો લઈ પ્રજાને પડતી તકલીફો અને હાલાકીને દૂર કરી છે. વાત કરીએ તો ખેડૂતોને લગતા પ્રશ્નો તથા સૌરાષ્ટ્રને પાણીનો પ્રશ્ન સત્તાવતો હતો તેને પણ તેનું હલ કાઢયો છે. સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ન ખૂબજ મુખ્ય હતો તેમાં રાજકોટને અને સૌરાષ્ટ્રને સૌની યોજના હેઠળ જે નર્મદાનું પાણી આપ્યું તેનાથી પાણી પ્રશ્ન હલ થઈ ગયો છે અને આવનારા જાન્યુઆરી માસમાં આજી ડેમને ફરી ભરી દેવામાં આવશે. જો ચોમાસુ નબળુ નીવડે તો પણ રાજકોટની જનતાને પાણી પ્રશ્ન સતાવશે નહીં.
ત્યારે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલની સરકારે પણ ઘણા વિકાસશીલ કામો કર્યા છે પણ વિજયભાઈ રૂપાણી સંગઠનમાં હોવાથી તમામ લોકોના સુખે સુખી અને દુ:ખે દુખી રહી વિકાસના કામોને આગળ ધપાવ્યું છે જે ખરા અર્થમાં સંવેદનશીલ મુખ્યમંત્રીની છાપ ઉભી કરે છે. લોકોને રૂપાણી સરકાર તરફથી ઘણી અપેક્ષાઓ છે જેને પૂરી કરવા રૂપાણી સરકાર અને એમાં પણ ખાસ વિજયભાઈ રૂપાણી ખૂબજ સહજતાથી તેને પૂર્ણ કરે છે.
લોકોના પ્રશ્નોને વિજયભાઈએ પોતાના પ્રશ્ન સમજયા છે: મયુરભાઈ શાહ
જૈન અગ્રણી મયુરભાઈ શાહે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી એક એવા મુખ્યમંત્રી છે કે જેઓએ લોકોના પ્રશ્નોને પોતાના પ્રશ્ન સમજી અને હલ કર્યા છે. હાલ અત્યારે જે ખેડૂતોને લઈ જે ઐતિહાસિક નિર્ણયો રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવ્યા છે તે ખરા અર્થમાં કાબીલે તારીફ છે અને આગળના સમયમાં પણ વિજયભાઈ લોકોને સતાવતી સમસ્યાઓનું નિવારણ કરશે તે સ્વાભાવીક છે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી હોય કે આનંદીબેન પટેલ હોય બન્ને મુખ્યમંત્રીઓએ રાજયના હિત માટે જ નિર્ણય લીધેલા છે જે ભારતના વિકાસમાં અહમ અને સિંહફાળો ધરાવે છે અને લોકોને જે રૂપાણી સરકાર તરફની જે અપેક્ષાઓ છે તેને પૂરી કરવા સરકાર હંમેશા કાર્યરત અને પ્રયત્નશીલ રહેશે.
મુખ્યમંત્રીની જનકલ્યાણની કામગીરી ઉલ્લેખનીય: મહેશ ચૌહાણ
મહેશભાઈ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થયે હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, તેમણે પાણીથી લઈને ખેતીક્ષેત્રનાં વિવિધ કામોનો ઉકેલ લાવવામાં સફળ ર્હયાં છે. તેમજ પ્રજાના દરેક પ્રશ્ન વિશે વિચારીને તેમના કલ્યાણ અર્થે જે કામગીરી કરી છે તેમને હું બિરદાવું છું તેમજ ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
લોક પ્રશ્નોને વાચા આપવામાં રૂપાણી સરકાર નિષ્ફળ: મહેશ રાજપૂત
રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂતે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિજયભાઈ પોતાના કાર્યકાળમાં જે વિકાસના વાયદાઓ કર્યા હતા તેને પરિપૂર્ણ કરવામાં પૂર્ણરૂપથી નિષ્ફળ નિવડયા છે. લોકોને ઘણી ખરી અપેક્ષાઓ રૂપાણી સરકાર પ્રત્યે હતી પરંતુ તેને પહોંચી વળવા તેઓ સક્ષમ નિવડયા નથી. હાલ ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેનો શ્રેય રૂપાણી સરકારના શીરે જાય છે. વધુમાં તેઓએ આનંદીબેન પટેલ સરકારના આડકતરી રીતે વખાણ કરતા જણાવ્યું હતું કે, તેઓ કેબીનેટમાં ઘણો સમય પસાર કર્યો હતો અને જેનો લાભ તેઓને મુખ્યમંત્રી બન્યા બાદ મળ્યો હતો પરંતુ વિજયભાઈ ‚પાણી સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે પરંતુ સરકાર ચલાવવા તેઓ હાલ સમર્થ નથી. વિજયભાઈ ‚પાણીએ લોકોના પ્રશ્ર્નને વાચા આપવાની જ‚ર છે અને તેમની જે સમસ્યાઓ છે તેને દૂર કરવાની જ‚ર છે. આજી ડેમને નર્મદાના પાણીથી ભરવાની જે વાત કરી હતી તે લોલીપોપ સાબીત થઈ છે કારણ કે, નિયમીત રીતે જે પાણીની સાયકલ હોવી જોઈએ તેમાં તેઓ નિષ્ફળ નિવડયા છે જેનો રોષ પ્રજામાં ખૂબજ વ્યાપક રીતે ફેલાયો છે.