ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, જ્યારે પણ તે કંઇક કરે છે, ત્યારે તેની ચારો તરફ વાહ વાહ થતી જ હોય છે.દરેક વખતે કંઈક નવું અને બીજાથી દૂર અલગ કરીને લોકોનું દિલ જીતી લે છે. આ સમયે કંઈક જોવા જેવું જ હતું. ગઈકાલે બધા ક્રિસમસની ઉજવણી કરી રહ્યા હતા.તેવામાં સચિન તેંદુલકરએ કઈક અલગ કરીને બધાનું દિલ જીતી લોકોના દિલમાં ફરી એક વાર પોતાનું જુદું સ્થાન બનાવ્યું.
શોષીયલ મીડિયા પર એક વિડીયો જોવા મળ્યો છે આ વિડિયોમાં સચિન સાન્તાક્લોઝ બનીને જોવા મળ્યો છે. સચિને કહ્યું કે હું એનજીઑના બાળકોની સંભાળ કરીને મારી ક્રિસમસ મનાવીશ. જેનું નામ આશ્રય છે ત્યાં નબળા વર્ગના બાળકોની સંભાળ કરવામાં આવે છે હું તે બાળકો સાથે થોડો સમય વિતાવવા માંગુ છું.
સચિને બધાં બાળકોને ભેટ તરીકે એક બેટ અને બોલ આપી. આ ભેટ જોઈને, બધા બાળકો ખૂબ જ ખુશ હતા, વિડિઓમાં એનજીઓના બાળકો સાથે સચિન ક્રિકેટ રમવાનું સચિન જોઈ રહ્યું છે. સચિનએ છોકરાઓને ક્રિકેટ બેટ અને ફૂટબોલ આપ્યો અને છોકરીઓને બેડમિંટન રેકેટ આપ્યા. આ મહાન ખેલાડીને પોતાની વચ્ચે જોઈને બાળકોની ખુશીનો નજારો કઈક અલગ જ જોવા મળ્યો.