સિંચાઈનું પાણી અપાતા ધોરાજી, ઉપલેટા, માણાવદરના ખેડુતોમાં આનંદની લાગણી
રાજકોટના ધોરાજી નજીકના ભાદર-૨ ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના ધોરાજી લલિત વસોયા અને માણાવદરના જવાહર ચાવડા સહિતના ધારાસભ્યોએ ખેડૂતોને સાથે રાખીને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.તેમ છતાં સરકારે ઉપલેટા,માણાવદર સહિતના ખેડૂતોએ ડેમના પાણીના પિયતના રૂપિયા ભર્યા હોવા છતાં પણ ખેડૂતોનો પ્રશ્ન હલ કર્યો ન હતો.પરંતુ કોંગ્રેસના ધારાસભ્યએ ભાદર-૨ ડેમનું પાણી ખેડૂતો માટે છોડવામાં નહીં આવે તો ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યા બાદ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.જેમને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ બંને કોંગ્રેસના ધારાસભ્યો સાથે મંત્રણા કરીને ભાદર-૨ ડેમનું પાણી છોડવામાં તેવો નિર્ણય કર્યો હતો.જેમને લઈને આજે ભાદર-૨ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતાં ધોરાજી,ઉપલેટા,માણાવદર સહિતના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવાં પામી હતી…