તમામ દેવુ માફ થઈ જાય અને પોલીસમાં નોંધાયેલી ફરિયાદ રદ થાય તે માટે ૩ વર્ષ પહેલા આત્મહત્યાનો ઢોંગ કર્યો હતો
ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વષઁ પહેલા ૪૦૬, ૪૦૯ તથા ૧૧૪ કલમ મુજબની ફરીયાદ દાખલ થયેલ શખ્સ વનરાજસિંહ હરીસિહ ચૌહાણ રહે:- મયુરનગરના દ્વારા જે તે સમયે ધ્રાગધ્રા તાલુકામા આવેલ કેનાલ પાસે પોતાના પહેરેલ કપડા સહિતની ચીજ-વસ્તુઓ મુકી પોતે કેનાલમા આત્મહત્યા કરી હોય તેવુ દશાઁવી આત્મહત્યાનો ઢોંગ કયોઁ હતો. આ શખ્સે આત્મહત્યા કરી હોવાની વાત જાણ થતા ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા સતત ચાર દિવસ મહેનત કરી યુવાનના મૃતદેહને મેળવવા પ્રયત્ન કયાઁ હતા પરંતુ જે યુવાન કેનાલમા પડ્યો જ ન હોય તેની લાશ કઇ રીતે મળે ? જેથી અંતે પોલીસે જાણવાજોગ દાખલ કરેલ. આ તરફ આત્મહત્યાનો ઢોંગ કરનાર શખ્સ પલાયન થયો હતો. આ શખ્સનો આત્મહત્યાના ઢોંગ પાછળનુ કારણ હતુ કે પોતાના પર તમામ દેવુ માફ થઇ જાય અને સીટી પોલીસ ખાતે નોંધાયેલ ફરીયાદ પણ રદ થાય પરંતુ ધ્રાગધ્રા તાલુકા પોલીસના ચોપડે મૃત જાહેર આ શખ્સ ખરેખર જીવીત હોવાની હકીકત સીટી પોલીસના હેડકોન્સ્ટેબલ રણજીતસિંહ ચૌહાણને મળી હતી અને આ શખ્સ વષોઁ બાદ હાલ ધ્રાગધ્રા સ્થિત પોતાના રહેણાંક મકાને હોવાની માહિતીના આધારે કોન્સ્ટેબલ પ્રતિપાલસિહ ઝાલા, દશરથ રબારી સહિતના પોલીસ સ્ટાફે તુરંત જઇ વનરાજ હરીસિંહ ચૌહાણને ઝડપી લઇ છેલ્લા ત્રણ વષઁની મૃત જાહેર થયેલ શખ્સને જીવીત ઝડપી પાડ્યો હતો.