ઘણા દિવસોથી ઠંડીનું જોર દિવસે ને દિવસે ખુબ જ વધી રહ્યું છે. એવામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતાં હોય છે. જો ફરવાનો વિચાર આવે ત્યારે આવી ઠંડીમાં લોકો કઇંક ગરમ વિસ્તાર વળી જગ્યા જ પસંદ કરે છે. પણ શું તમારે જિંદગીનો એક અલગ જ નજારો જોવો છે. હા એક એવી જગ્યા જ્યાં લોકો આવી ઠંડીમાં પણ માણિ રહ્યા છે એક ખુશી નો પલ.
હા અમે વાત કરી રહ્યા છી એ મનાલીની જ્યાં અત્યારે લોકો આવી ઠંડીમાં પણ સ્વર્ગ જેવુ મહેસુસ કરી રહ્યા છે. હાલમાં જ શોસિયલ મીડિયામાં મનાલીની થોડી તસ્વીરો અને વિડીયો સામે આવ્યા છે. જેને જોઈ ને લોકો સ્વર્ગની અનુભૂતિ કરી રહ્યા છે. હિમાલય અને શિમલા અને મનાલીથી લઇને જમ્મૂ-કાશ્મીરના ગુલમર્ગ અને ડલ જીલ સુધીના અદ્દભૂત દ્રશ્યનો વીડિયો અને તસવીરો ફરવા ગયેલા લોકો શેર કરી છે.
ઘણા લોકો નવા વર્ષનો જશ્ન કઇંક અલગ જગ્યાએ અને અલગ જ રીતે માણાવવા માંગતા હોય છે એવામાં જો મનાલી જેવું પ્લેસ મળી જાય તો વાત જ કઈક અલગ છે. નવા વર્ષને ખાસ બનાવવા માટે ઘણા લોકો આવી જગ્યા ની પસંદગી કરે છે.
તમને જણાવી દઈએ કે ત્યાનું તાપમાન શૂન્યથી નીચે 9.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોચ્યું હતું. આ ઉપરાંત મનાલીમાં તાપમાન શૂન્યથી નીચે 3.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.આવી ઠંડીમાં પણ પર્યટકો મનાલી જવાનું પસંદ કરે છે. મનાલીએ જાણે બરફની ચાદર ઓઢી હોય તેવું આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે.