સહકાર સેવા સંસ્થા અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી.ના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના થકી ૧૦ લાખી વધુ મહિલાઓને લાભ આપી ર્આકિ પગભર બનાવાનો નિર્ધાર
ફક્ત એક વ્યક્તિની આવકી જ પરિવાર નભી જાય એ દિવસો દૂર થયા છે. આજના સમયમાં પરિવારની એકી વધુ વ્યક્તિઓએ આર્થિક ફાયદાકારક પ્રવૃતિ કરે છે અને તે કી શકય:ત પરિવારનું પોષણ કરવા પ્રયત્ન કરે છે. આપણે ઘણીવાર જોઇએ છીએ કે પરિવારમાં મહિલાઓ ગૃહ કાર્યમાંથી પરવારી, ઘર સંભાળતા બે પૈસાની આવક થાય તેવા પ્રયત્નો કરતા હોય છે પરંતુ બચતના અભાવે કે પૈસા જ ન હોવાથી કોઇ કાર્ય કરી શકતા હોતા નથી.
આ વિષમ પરિસ્થિતીનો લાંબા ગાળાનો ઉકેલ લાવવા, મહિલાઓને લોન આપી પગભર બનાવી તે કી સમગ્ર પરિવારને જરૂરી સહાય મળી રહે તેવો એક પ્રયાસ એટલે ‘જોઇન્ટ લાયેબીલીટી અર્નીંગ એન્ડ સેવિંગ્ઝ ગ્રુપ’ યોજના.
આ યોજના સહકારી સેવા સંસ અને ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશનનાં સંયુક્ત ઉપક્રમે કાર્ય કરશે. આ અંગેની વિસ્તૃત માહિતી અને પ્રશ્ર્નોતરી માટે તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લિ.નાં ઓડિટોરીયમ ખાતે સેમિનાર યોજાયેલ હતો.
આ સમગ્ર પ્રકલ્પ માટે કલ્પકભાઇ મણીઆરે સ્વપ્ન સેવ્યું છે અને તેમના વિચાર અને કાર્યપદ્ધતિને કામેશ્વરભાઇ સાંગાણીએ સરળ સમજુતી સાથે પ્રેઝન્ટેશન રજુ ર્ક્યું.
કલ્પવૃક્ષ સમી યોજનાની સ્વપ્ન સેવનાર કલ્પકભાઇ મણીઆરે જણાવ્યું હતું કે, ‘સહકારી બેન્કો ફક્ત ર્આકિ જરૂરીયાત પૂર્ણ કરવા માટે જ ની. સભાસદોનાં સુખ-દુ:ખ આપણે હંમેશા સો રહૃયા છીએ. આ યોજના કી ગુજરાતભરની તમામ સહકારી બેન્કોને જોડાવા આહ્વાન કરું છુ. આ કાર્યથી લાખો પરિવારોનાં આશીર્વાદ મળશે કે જે અમૂલ્ય બની રહે છે. મહિલાઓને પગભર કરતી લોનની સહાય અને તે કી સમગ્ર પરિવારનાં જીવનમાં બદલાવ આવશે’.
આ વિશેષ સેમિનારમાં કલ્પકભાઇ મણીઆર (અધ્યક્ષ-સહકાર સેવા સંસ), અજયભાઇ પટેલ (ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લિ.), શ્રીમતી મોનાબેન ખંધાર, આઇએએસ (કમિશનર અને સેક્રેટરી, રૂરલ ડેવલપમેન્ટ વિભાગ), એમ. એસ. પટેલ, આઇએએસ (કમિશ્નર-મ્યુનીસીપાલીટી એડમીનીસ્ટ્રેશન વિભાગ), જે. જી. હિંગરાજીયા, આઇએએસ, કામેશ્વરભાઇ સાંગાણી (એ.જી.એમ.-રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.), મનીશભાઇ શેઠ (એ.જી.એમ.-રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.), કાંતિભાઇ પટેલ (સહકારી અગ્રણી), સત્યપ્રકાશ ખોખરા (રાજ બેન્ક), પુરૂષોત્તમ પીપળીયા (ધી કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લિ.) ઉપરાંત વિશાળ સંખ્યામાં ગુજરાતભરની સહકારી બેન્કોનાં ચેરમેન-બોર્ડ ઓફ ડિરેકટર્સ, સીઇઓ, જનરલ મેનેજર, સહકારી અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.