ક્રિસમસ એક એવો તહેવાર છે જે કદાચ દુનિયાના સર્વાધિક લોકો પૂરા હર્ષોલ્લાસથી ઉજવે છે આજે આ તહેવાર માત્ર વિદેશોમાં જ નહિ પરંતુ ભારતમાં પણ અતિ ઉત્સાહથી ઉજવાય છે. ભારતની વિવિધતા પૂર્ણ સંસ્કૃતિ સાથે ક્રિસમસનો તહેવાર પણ હળી મળી ગયો છે. સદીયોથી ક્રિસમસ લોકોને ખુશી આપતો અને પ્રેમની મિસાલ કાયમ કરી રહ્યો છે.

DSC 0950

આ તહેવાર આપણાં સામાજિક પરિવેશનું પ્રતિબીબ પણ છે જે વિભિન્ન વર્ગો વચ્ચે ભાઈચારાને મજબૂતી આપે છે. ક્રિસમસનો અર્થ માનવ મુક્તિ અને સમાનતા છે. બાઈબલ અનુસાર ઈશ્વરે તેમના ભકત યાશાયલુંના માધ્યમથી ૮૦૦ ઈસા પૂર્વે જ આ ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ દુનિયામાં એક રાજકુમાર જન્મ લેશે અને તેનું નામ ઈમેન્યૂઅલ રાખવામાં આવશે.

ઈમેનુંઅલનો અર્થ ઈશ્વર આપની સાથે છે યાશાયારુની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ અને ઈશુ મસિહનો જન્મ થયો. ક્રિસમાસનો તહેવાર ઘણીબધી ચીજો માટે ખાસ હોય છે. જેમાં ક્રિસમસ ત્રિ, સ્ટાર, ગિફ્ટ્સ વેગેરે અને હા લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં આવી માન્યતા છે કે ક્રિસમસના દિવસે સાંતાક્લોઝને યાદ કરવાનું ચલણ ૪થી શતાબ્દીથી શરૂ થયું હતું અને તે સંત નિકોલસ હતા જે તુર્કીસ્તાનના મિરા નામના શહેરમાં બિશપ હતા. સાંતા ક્લોઝ લાલ કે સફેદ ડ્રેસ પહેરીને એક વૃદ્ધ મોટા પૌરાણિક ચરિત્ર છે જે રેનીડયર પર સવાર હોય છે. ક્રિસમસ સેલિબ્રેશનમાં ખાસ કરીને બાળકો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

DSC 0973

ખ્રિસ્તી ધર્મનો આવિષ્કાર થાય અફેલા ઘણા વર્ષો સુધી એવરગ્રીન એટલે કે બારેમાસ લીલા છોડવાઓ તથા વૃક્ષોનું લોકોના જીવનમાં ઘણુ મહત્વ હતું. લોકો લીલા છોડવાઓ તથા વૃક્ષોની ડાળખીઓથી ઘર સ્જવતા હતા. તેમનું માનવું હતું કે આવું કરવાથી જાદુ-ટોણાંની અસર થતી નથી. પરચીન ઈજિપ્ત અને રોમના લોકો બારમાસી છોડવાઓની તાકાત અને ખુબસુરતી પર વિશ્વાસ ધારવતા હતા.

ક્રિસમસ ઉમ્મીદો અને ખુશીઓનો તહેવાર છે ઈસામ્સિહનું જીવન અને તેમનો ઉપદેશ આજે પણ એટલા માટે પ્રાંસંગિક છે કે તેમાં અમિર- ગરીબ, જાતિવાદ અને સામાજિક વિસંગતાઑ સમાજમાં છે જ્યારે આપણે આસપાસ નજર કરીશું અને ગરીબ તેમજ ભાચાર લોકોના દુખદર્દને સંજીશુ અને ઈસામસીહની જેમ પોતાની કોશિશોને તેમના ચહેરા પર થોડી સ્માઈલ આવશે ત્યારે ક્રિસમસની વાસ્તવિક ખુશીઑ મળશે.

DSC 0989

ક્રિસમસ ટ્રીનું માર્કેટીગ ૧૯૫૧માં ન્યુયોર્કમાં થયું આ વેપારીએ તેમના બગીચામાં ઘણા ફરના ઝાડ કાપીને ન્યુયોર્કની વોશિગ્ટન માર્કેટમાં વેચવા મૂકી દીધા. ત્યારથી બજારમાં ક્રિસમસ ટ્રીનું વેચાણ શરૂ થયું અને ત્યારથી ક્રિસમસ ટ્રીના વેચાણે ઈન્ડસ્ટ્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે.

DSC 0982

બાળકોમાં ક્રિસમસ સાંતાક્લોઝ અને ગિફ્ટણે લઈને ખૂબ જ આકર્ષણ હોય છે. હોટેલો રેસ્ટોરન્ટ કે મોટા શો શોરમની બહાર પણ સાંતાક્લોઝ ઝીગલ બેલ સાથે બાળકોને છે તેઓબાળકોનેનાની મોટી ગિફ્ટ આપીને નવા વર્ષની શુભકામના પાઠવે છે કહેવાઈ છે કે જે રાત્રે જીસસનો જન્મ તે રાત્રે જંગલના બધા વૃક્ષો ઝગમગી ઉઠ્યા હતા અને આ વૃક્ષો ફળોથી લડાઈ ગયા હતા. ક્રિસમસ ટ્રી સજાવવાથી ટ્રી પર લગવાયેલા નાના સાંતા જીવનમાં નાની નાની ચીજોથી મળતી ખુશીઓને અહેસાસ કરાવે છે. લાલ રંગની રિબનથી ક્રિસમસ ટ્રી પર બંધવામાં આવતા ત્રણ સિક્કાણે શુભ માનવામાં આવે છે.

DSC 0976
  • અબુધાબીના એમીરાત્સ પેલેસમાં ૧૧.૪ મિલિયન ડોલરનું ક્રિસમસ ટ્રી છે જે સૌથી મોંઘું છે.
  • ટોકિયોમાં જિંગા ટાંક ડીઝનિગોલ્ડ ક્રિસમસ ટ્રી ૪.૨૯ મિલીયન ડોલરનું છે.
  • હોંગકોંગના સ્વરોવસ્કી ક્રિસ્ટલ ક્રિસમસ ટ્રી૧.૮ મિલિયન ડોલરનું છે.
  • ટોકિયોના જિંગાટંકમાં જવેલરી શોપમાં ટેબલ ટોપ ટ્રીની કિમંત ૧.૬ મિલિયન ડોલર છે.
  • વોશિંગ્ટનડીસીનું ક્રિસમસ ટ્રી ૧ મિલિયન ડોલરનું છે.
  • સ્ટીવ ક્વીટ જ્વેલર્સ ગોલ્ડ ટેબલટોપ ટ્રી ૫૦૦ ડોલરનું છે.
  • ૧૨ kg ગીન્ઝ ટનાકા ક્રિસમસ ટ્રીની કિમત ૪૬૭ ડોલર છે
  • જયારે સોફટેલ લંડન સેન્ટ જેમ્સ બ્લેક ટ્રીની કિમત ૫૫૦૦૦ ડોલર છે.
  • જો ક્રિસમસ ટ્રીની સજાવટની વાત કરી તો લાઈટ લગાવીને ક્રિસમસ ટ્રી સજાવી શકાય છે, આ સાથે બેલ્સ, ગિફ્ટ્સ અને નાના બોલ લગાવીને કે રૂ થી પણ ક્રિસમસ ટ્રી સજાવી શકાય છે. રૂને એવિ રીતે સજાવો કે ટ્રી પર બરફનો અહેસાસ થાય આ સાથે મીણબતી, સાંતાક્લોઝના મોજા ટોપીથી પણ સજાવી શકાય છે. આ ઉપરાંત મધરમેરીની નાનીમુર્તિ , નાના રમકડા અને મોટીના રમકડાંથી ક્રિસમસ ટ્રી સજાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.