પાંચ રાજયોની ચૂંટણીના પ્રદર્શનને લઈ ગડકરીનું તારણ
તાજેતરમાં જ પોતાના સ્ટેટમેન્ટને લઈ વિવાદોમાં રહેતા ભાજપના વરિષ્ઠ નેતા ફરી પોતાના સ્ટેટમેન્ટને લઈ ચર્ચામાં આવ્યા છે. સોમવારે તેમણે કહ્યું કે, પાર્ટીના સાંસદ અને વિધાયકોના ખરા પ્રદર્શનનું કારણ પાર્ટીના ચિફ છે. જો હું પાર્ટીનો અધ્યક્ષ હોવ તો મારા સાંસદ અને વિધાયકોના પ્રદર્શનની જવાબદારી પણ મારી જ હોય છે. પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે ટીપ્પણી કરતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે સત્તા ગુમાવી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, જે તે વ્યક્તિ નેતૃત્વ સંભાળે છે તેને સફળતા ઉપરાંત નિષ્ફળતાની પણ જવાબદારી લેવી જોઈએ. કારણ કે, સારૂ બોલવાથી ચૂંટણી જીતી શકાતી નથી. તમે ગમે તેટલા વિદ્વાન હોય પરંતુ બની શકે કે, લોકોનો મત તમારી સાથે ન હોય. જો કોઈ વિચારે કે તે તમામ વસ્તુ જાણે છે તો તેને અહંકારી કરી શકાય. માણસને પોતાના પર વિશ્વાસ હોવો જરૂરી છે પરંતુ અહંકાર નહીં.