દાદરા અને નગર હવેલીના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને ઉપસચિવના માર્ગદર્શન હેઠળ અને મહિલા શકિત કેન્દ્રના નેતૃત્વમાં સરકારી પ્રાથમિક શાળા, પટેલપાડા, સામરવર્ણી (ગુજરાતી મીડીયમ) ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજનાના અમલીકરણના ભાગરૂપે એક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્કુલમાં થઈ રહેલ વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો લાવવાનો તથા વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિષયો જેમ કે શિક્ષણ માટે મળતી સ્કોલરશીપ, મફત રેસીડેન્સીયલ હોસ્ટેલની સુવિધા, સ્વરોજગાર માટે વોકેશનલ ટ્રેનીંગ, વિવિધ હેલ્પલાઈન નંબરો, વન સ્ટોપ સેન્ટરની કામગીરી, સારા ખરાબ સ્પર્શ વચ્ચેનો ભેદ અને જરૂરીયાતના સમયે લેવાના જરૂરી પગલાઓ જેવા વિષયો પર મહિલા શકિત કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી કુ.મીનાબેન ચંદારાણા દ્વારા મૌખિક સંવાદ કરીને માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત ૧૮૧ અને ૧૦૯૮ હેલ્પલાઈન નંબરોની માહિતી ડેમો કોલ કરીને આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન, સંકલન અને સંચાલન મહિલા કલ્યાણ અધિકારી દ્વારા કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.