PNBમાં હજારો કરોડોની છેતરપિંડીમાં સંકળાયેલ મેહુલ ચૌકસીએ પ્રવર્તન નિર્દેશાલયની મુંબઈ કોર્ટમાં દાખલ અરજીનો જવાબ આપ્યો, ચૌકસીએ કહ્યું કે ૪૧ કલાકની લાંબી યાત્રા કરીને હું ભારત નહિ આવી શકુ કારણકે તેમની તબિયત સારી નથી, ઇન્ટરપોલે પહેલા જ ચૌકસીને રેડ કોર્નર નોટિસ આપી દીધી છે.
ચૌકસીએ કોર્ટમાં ઇડીને ૩૪ પેઈજમાં જવાબ આપ્યો, જેમાં ચૌકસીએ ઇડી પર આરોપ લગાવ્યો કે ઇડી અધિકારીઓએ કોર્ટ સામે બધા દસ્તાવેજના રાખીને કોર્ટને ગુમરાહ કર્યા છે,ચૌકસીએ ઇડી પર એ પણ આરોપ લગાવ્યા કે ઇડીએ તેમના સ્વાસ્થ્યને સંબધી જાણકારી કોર્ટને આપી નથી.ચૌકસીએ એ પણ જણાવ્યુ કે હું ભારત નહિ આવી શકુ પરંતુ હું વારંવાર બેન્કના સંપર્કમાં છું.
નીરવ મોદી, મહેુલ ચૌકસી અને સંબંધિત કંપનીઓ પર પી.એન.બી.માંથી આશરે 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપો છે.