સમાજ ભવનના મુખ્ય દાતા નંદકુવરબા ચુડાસમાના હસ્તે લોકાર્પણ: રકતદાન કેમ્પ યોજાયો
રકતદાન કેમ્પમાં ૧૬૮ બોટલ રકત એકત્ર થયું: સમાજ ભવનની અર્પણ વિધી પ્રસંગે સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રાજપુત સમાજ ભવનનું મુખ્ય દાતાના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે સમૂહ પ્રસાદ, કાન ગોપી અને ભોજનાલયના મુખ્ય દાતાની બીજી પૂણ્યતિથિ હોય તે માનમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. આ તકે વિવિધ સમાજના આગેવાનો હાજર રહેલ હતા.
ભાયાવદર ગામે દોઢ વર્ષ પહેલા રાજપુત સમાજ ભવનનું ખાસ મુહુત કરેલ હતુ તે ટુક સમયમાં ત્રણ કરોડ રૂપીયાના ખર્ચે સુવિધા સંપન સાથે તેનું લોકાર્પણ સમાજ ભવનના મુખ્ય દાતા નવઘણ સિંહ નટુભા ચુડાસમા, મહિપતસિહ, દેવેન્દ્રસિંહના માતૃશ્રી નંદકુવરબા નટુભા ચુડાસમાના વરદ હસ્તે પ્રવેશવિધી પૂજન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતુ આ તકે આ સમાજ ભવનના ભોજનાલયના દાતા કુ. હેમાનીબા ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા બીજી પૂણ્યતિથિ હોય તેથી સમાજ દ્વારા કુ. હેમાની બા ચુડાસમાને સાચી શ્રધ્ધાંજલી અર્પણ રૂપે યોજાયેલ મહા રકતદાન કેમ્પમાં ૧૬૮ બોટલ જેટલુ રકત એકત્ર થયેલ હતુ સાંજ રાજપુત સમાજના તમામ પરિવારો અને વિવિધ સમાજના આગેવાનો સમુહ પ્રસાદ ભોજન યોજાયેલ હતો.
તેમજ રાત્રે ભવ્ય કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ તકે સમાજ ભવનના મુખ્ય દાતા નવઘણસિંહ નટુભા ચુડાસમા વળોદરા મહિપતસિંહ ચુડાસમા,દેવેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટ પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈક માકડીયા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર જીલ્લા ભાજપના મહામંત્રી જયંતીભાઈ ઢોલ, યાર્ડના વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, જગદીશભાઈ વિરમગામા ઉદ્યોગપતિ ધરણાંતભાઈ સુવા, અનિલભાઈ વાછાણી, વી.સી. વેગડા,રતીલાલ વોરા મિતેશભાઈ અમૃતીયા ગીરીશભાઈ રામાણી, નિતિનભાઈ શિણોજીયા, બેંકના ડિરેકટર હરિભાઈ ઠુમર સહિત વિવિધ સમાજના આગેવાનો હાજર રહેલા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ ભવનના ભોજનાલયના દાતા અને સમાજ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાની આગેવાની નીચે ટ્રસ્ટી મંડળના વિજયસિંહ ચુડાસમાની આગેવાની નીચે ટ્રસ્ટી મંડળના જિયસિંહ ચુડાસમા, રવિરાજસિંહ ચુડાસમા, જનકસિંહ ચુડાસમા, વિક્રમસિંહ ચુડાસમા ઉપપ્રમુખ જયદિપસિંહ ચુડાસમા મંત્રી, અરવિંદ સિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ ચુડાસમા, ગુમાનસિંહ ચુડાસમા, કમલેશસિંહ ચુડાસમા, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરતસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ ચુડાસમા સહિતના એ જહેમત ઉઠાવેલ હતી.