ધો.૫ થી ૯ના વિદ્યાર્થીઓએ ગણિતને સરળ બનાવવા માટે અદભૂત મોડેલ તૈયાર કર્યા
રાજકોટની પાઠક સ્કુલ ખાતે ૨૨મી ડિસેમ્બરે ગણિતશાસ્ત્રી રામાનુજના જન્મદિવસ નિમિતે મેથ્સફેરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધો.૫ થી ૯ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મેથ્સફેરમાં સેઈફડિપોઝીટ વોલ્ટ, કોયડાઓ, જેવી ગણિતને લગતી અનેક કૃતિઓ રજૂ કરવામા આવી હતી. શિક્ષકોના સહકાર અને બાળકોની ઈચ્છાશકિતનો સુમેળથી બાળકોએ મેથ્સફેરમાં અદભૂત કૃતિઓનું પ્રદર્શન કર્યું હતુ.
પાઠક સ્કુલના આચાર્ય નિધિ ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું કે રામાનુજન દિવસ નિમિતે શાળામાં મેથ્સફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ગણીત વિષયને સરળ બનાવવાના હેતુથી જ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને ગણીતને લઈને જે ભય છે.તેને દૂર કરવા અને ગણીત સહેલાઈથીગળે ઉતરે તેવા પ્રયત્નોના ભાગરુપે સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા દ્વારા કરાયું છે.
પાઠક સ્કુલના શિક્ષક હિમાંસુભાઈ ભટ્ટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખરેખર ગણીત વિષય અધરો છતા રસપ્રદ છે જો બાળકો સરળતાથી સમજાય તેમ રજૂ કરવામાં આવે તોબાળકો ગણીત અંગે વધુ પ્રોત્સાહીત થશે. અને નવું શિખવા માટે પણ તત્પર બનશે. સાથોસાથ પાઠક સ્કુલનાં બાળકોને સરળતા પુર્વક ગણીત આવડી જાય તે માટે ૧ થી ૧૦ ધોરણ સુધી વ્યકિતગત ગાઈડન્સ આપવામા આવે છે. વધુમાં જણાવ્યું કે શાળાના બંને પ્રિન્સીપાલ શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણની પણ તકેદારી રાખે છે.
પાઠક સ્કુલના આચાર્ય જાગૃતીબેન દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે મેથ્સ ફેર માટેની તૈયારીઓ ૧૫ દિવસ અગાઉથી શરુ કરી દેવામાં આવી હતી.
જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વધુમાં કાર્યક્રમનાં હેતુ વિશે જણાવ્યું કે બાળકોની પ્રતિભાને બહાર લાવવી એ શિક્ષકોની ફરજ છે. તેના માટે જ આ પ્રકારનાં કાર્યક્રમો યોજવામાં આવે છે.
પાઠક સ્કુલની ધો.૯માં વિદ્યાર્થીની ચકદ્રષ્ટીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે સેફ ડિપોઝીટ વોલ્ટ બનાવ્યું છે. હાલના સમમાં નાણા ઉપરાંત કિંમતી ચીજ વસ્તુઓ બેંકમાં મૂકવામાં આવે છે. ત્યારે ઘર બેઠા જ સેફ ડિપોઝીટ વોલ્ટ બનાવી શકાય છે. જેમાં પાસવર્ડ સેટ કરવાના હોય છે. સાચો પાસવર્ડ નાખવામાં આવે છે. તોજ બોકસ ખૂલે છે. ખાસ તો જયારે મોડેલ બનાવામાં આવે ત્યારે જ તેમાં પાસવર્ડ મુજબ કટીંગ કરવામાં આવે છે.આપણે આપણી ઈચ્છા મુજબ બોકસ બનાવી શકાય છે.
પાઠક સ્કુલમાં ૮માં ધોરણની વિદ્યાર્થી જાદવ માનસી અને હાર્વીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે મેથ્સ ફેરમાં તેવો ‘હાઉ ટુ ફાયન એની ડે’નામનું મોડેલ
તૈયાર કરવામાં આવ્યુંહતુ જેમાં જે તે તારીખ લઈ તેની ગણતરી કરવામાં આવે છે.તેના પરથી શોધી શકાય કે વર્ષો પહેલા જે તે તારીખે કર્યો દિવસ હતો.