રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા જણાવે છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રધ્ધેય અટલબિહારી વાજપેયીના તા.૨૫ ડિસે.ના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપાના કાર્યક્રમો અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સુશાસન દિવસની ભવ્ય ઉજવણીના હેતુસર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોચે તે પ્રમાણે સાહિત્ય પ્રચારની સામગ્રી વિતરણ તેમજ લઘુ(શોર્ટ) ફિલ્મો બતાવવામાં આવશે.
વધુમાં જણાવ્યું છે કે, સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમના સ્વરૂપે રાજકોટ જીલ્લાની જેતપુર, ગોંડલ, ઉપલેટા તેમજ સૌ.યુનિ. ખાતે વિર્દ્યાીઓમાં સુશાસન સામાન્ય જ્ઞાન પ્રતિયોગીતા (હેતુલક્ષી પરીક્ષા)નું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત જ્ઞાન પ્રતિયોગીતા પરીક્ષા કી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓનો તમામ મધ્યમવર્ગ અને આમ જનતાને મળતી સહાયો-યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના,ની જાણકારી મળી રહે તે અંગેનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત કેન્દ્રીય સુશાસન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના સુશાસન કાર્યોને સંકલિત કરીને સોશિયલ મિડિયા દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. કેન્દ્રીય સુશાસન વિભાગના ફેસબુક તેમજ ઈન્સ્ટગ્રામ પેજ સાથે નીચે જણાવેલ લીંક દ્વારા પ્રજાજનો પણ જોડાઈ શકે છે.