નાતાલ એટલે બાળ ઇશુના જન્મનો ઉત્સવ તા.રપ ડીસેમ્બરે બાળ ઇશુનો જન્મ દિવસ છે. તે નીમીતે નાતાલ પર્વનો ઉજવણી કરવામાં આવે છે. અને ઓ ઉજવણીના ઉપક્રમે ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા ગઇકાલે ભવ્ય ક્રિસમસ શાન્તા ડાસ રેલીની આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બહુ મોટી સંખ્યામાં માણસો અને શાન્તા કલોઝ હતા. શાન્તા કલોઝએ નાતાલ પર્વમાં સુખ, શાંતિ અને સમૃઘ્ધિ પાઠવવા માટે દરેકના ઘરે જાય છે. અને પ્રભુ પોતે એના રુપમાં હોય છે. એવો માન્યતા પ્રચલીત છે. એટલા માટે રાજકોટ શહેરમાં દરેકના ઘરે અને આખા શહેરમાં સુખ-શાંતિ અને સમૃઘ્ધિ પ્રસરે એવો શુભેચ્છાઓ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ખ્રિસ્તી ધર્મપ્રાન્તના વિકાર જનરલ ફાધર જેમ્સ થાયલના હસ્તે આ રેલીનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. ફાયર થોમઇ નડાકલ્ન, ફાધર સાબુ કાચપલ્લી, ફાધર બીજુ સેબેસ્ટોયન, ફાધર એન્થોની, ફાધર થોમ્સના ફાધર નિધિશ કાન્જીરાય કુઝીયોલ સોસ્ટરો, રાજકોટ શહેરના બધા ખ્રિસ્તી સમુહના લોકોએ ભાગ લીધો હતો.