પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ‘આયુ કોન–૨૦૧૮’ યોજાયું: આયુર્વેદ ડોકટર્સ સાથે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
મેડિકલ આજના સમયની જરૂરીયાત બની ચુકયો છે. આપણે વર્ષોથી આયુર્વેદને અનુસરતા આવ્યા છીએ. વેદોમાં પણ આયુર્વેદનું ખુબજ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આધુનિક યુગમાં જો મેડિકલનો સમન્વય આયુર્વેદ સાથે કરવામાં આવે તો એ સમય દૂર નથી કે, આગામી દિવસોમાં ગુજરાત આયુર્વેદનું હબ બને.
રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે ગુજરાત બોર્ડ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડીસીન ગુજરાત સ્ટેટ આયુ કોમ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના આયુર્વેદ ડોકટરોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આયુર્વેદને લઈને કોન્ફરસનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, એચ.એમ.શુકલા કોલેજના મેહુલભાઈ રૂપાણી, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના મહેમાનો હાજર રહ્યાં હતા.
મેડિકલ અને આયુર્વેદનો સમન્વય અદ્ભૂત: ડો.સંજય જીવરાજાની
આ તકે ડો.જીવરાજાનીએ જણાવ્યું હતું કે, આજે એક દિવસીય આયુર્વેદ કોન્ફરન્સનું આયોજન થયું છે. જેમાં આયુર્વેદના ૨૦ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા પ્રાઈવેટ પ્રેક્ટિસનરનો પણ સમાવેશ કર્યો છે જે ખૂબ જ સરાહનીય બાબત છે. જેના દ્વારા દરેક ડોકટરો સુધી આયુર્વેદની પ્રેક્ટિસને લઈને અલગ-અલગ માહિતી મળી રહેશે.
આયુ કોમના આયોજનમાં તમામ ડોકટરોનો અદભૂત ફાળો: ડો.રાજયગુરૂ
આયુર્વેદ અંગે વધુ જણાવતા પ્રમુખ ડો.રાજયગુરૂએ કહ્યું કે, રાજકોટમાં આજે જે આયુ કોમ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરેક ડોકટરોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમજ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ તકે હું બોર્ડની ટીમ રાજકોટની ટીમ તેમજ દરેક લોકોનો આભાર માનુ છું.