પડધરીની ભારત હોટલ પાસે નરેન્દ્ર કોટન મિલમાં ભીષણ આગ લાગતા યુનિટનો 70 ટકા હિસ્સો બળીને ખાખ થઇ ગયો હતો.અઢી કલાકમાં માત્ર રાજકોટથી ત્રણ ફાયર ફાઇટર જ દોડી આવ્યા હતા અને વધારાના ફાયર ફાઈટર માંગવા છતાં મળ્યા નથી.

વધારાના ફાયર ફાઇટર માટે ફાયરબ્રિગેડ પાસે મદદ માંગવામાં આવી રહી છે. વાંકાનેર અને મોરબીના ફાયર ફાઇટરને પણ જાણ કરાઈ છે. મીલમાં કોટનના દોરા બનાવતા યુનિટમાં આગ લાગી હતી.

મીલની બાજુમાં સરકારી મગફળીનું ગોડાઉન આવેલું છે જે હાલ સલામત છે અને ત્યાં પણ 2 ફાયર ફાઇટર ગોઠવી દેવામાં આવ્યા છે જેથી આગ ગોડાઉન સુધી પ્રસરે નહીં અને વધુ નુકસાન થાય નહીં. હાલ કોઇ જાનહાનિ થઇ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.