ગુજરાતના લોકોની બિઝનેસ થીયરી લાજવાબ: જીઓફ વેઈન
ગુજરાત અને ગુજરાતીઓ વેપાર માટે વિશ્વભરમાં ચર્ચીત છે. માટે વેપારીઓ તેમજ ઉદ્યોગ સાહસિકોને વધુમા વધુ પ્રોત્સાહન મળી રહે માટે રાજકોટની સીઝન્સ હોટલ ખાતે વિવિધ પ્રકારનાં બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગસાહસીકો તેમજ બિઝનેસ ધારકોના ઉત્સાહવર્ધન માટે ઈન્ડિયા ૫૦૦૦ એવોર્ડસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત સન્માનીય વેપારીઓને એવોર્ડ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
એવોર્ડ સેરેમનીથી બિઝનેસમેનને પ્રોત્સાહન મળે છે: પરાગભાઈ તેજુરા
આ તકે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના ચેરમેન પરાગભાઈ તેજુરાએ જણાવ્યું હતુ કે ઈન્ડીયા એવોર્ડસ સેરેમની થકી દરેક બિઝનેસ કરતા લોકો એક બીજાને મળી શકે છે. તેમજ વાર્તાલાપ કરી શકે છે. આ ઉપરાંત એવોર્ડ દ્વારા સન્માનીત કરવાથી તેમનો ઉત્સાહ પણ જળવાઈ રહે છે. આ પ્રકારનો કાર્યક્રમોથી દરેક નાના મોટા બિઝનેસ મેન મળી શકે એ ખૂબ મોટી બાબત છે.
બિઝનેસ માટે ગુજરાત નં.૧ બનશે: ડેપ્યુટી હાઈ કમિશનર
આ તકે ડેપ્યુટી હાઈ કમિશનર જીઓફ વેઈને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે (ગુજરાત એન્ડ રાજસ્થાન) તેઓ છેલ્લા ૪ વર્ષથી મારી પત્ની સાથે ગુજરાતમાં રહ્યો છું ગુજરાતમાં વ્યવસાયની ખૂબ મોટી તકો છે. અહીના લોકો સાથે દરેક પ્રકારનાં બિઝનેસ કરવામાં સરળતા રહે છે કેમકે અહીનું વાતાવરણ ખૂબજ સારૂ છે તેમજ લોકો પોતાના બિઝનેસ માટે જાગૃત તેમજ પારદર્શક છે. આવનારા દિવસોમાં પણ બિઝનેસ માટે ગુજરાત નંબર ૧ રહેશે આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હ તુ કે ગુજરાતીઓ બિઝનેસની થીયરીને ખૂબજ સારી રીતે સમજે છે તેથી અહી મને અનુકુળ વાતાવરણ મળી રહે છે. ગુજરાતમાં રહ્યા પછી મને અહીનું કલ્ચર પણ માફક આવી ગયું છે. તેમજ દરેક લોકોને મદદ કરવા હું તત્પર રહીશ.