પૂ. યશોવિજય મ.સા.ની નિશ્રામાં ભવ્ય રથયાત્રા, મહાપુજા, દિવ્ય અંગરચના સહિતના કાર્યક્રમો યોજાયા
મણીયાર દેરાસરજીના અમૃત મહોત્સવ નિમિતે યોજવામાં આવેલ ત્રીદિવસીય મહોત્સવના અંતિમ દિવસે ગઈકાલે ખૂબજ ઉલ્લાસમય વાતાવરણમાં ધામધૂમપૂર્વક ઉજવણી હજારો શ્રાવક શ્રાવીકાઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ. આ દિવસે સવારે ૭ વાગ્યે પ્રભાતીયા, ૭.૩૦ વાગ્યે સમુહ સ્નાત્ર મહોત્સવ ૯.૩૦ વાગ્યે પૂ. આચાર્યદેવ યશોવિજયજી મ.સા.ની શુભનિશ્રામાં પ્રભુજીની અતીભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં સુંદર રીતે શણગારેલ ચાંદીના રથમાં ભગવાન બીરાજમાન થયેલ તથા આઠ બગીઓમાં નૂતન ધ્વજાઓના લાભાર્થી પરિવારો ધ્વજાજી સાથે બીરાજમાન થયેલા બેડાધારી બહેનો તથા સેંકડો ભાઈ બહેનો સુંદર વસ્ત્રોમાં સજજ થઈ શોભાયાત્રામાં જોડાયેલ આ દરમ્યાન દેરાસરજીમાં સતરભેદી પૂજા સંગીતના સથવારે ભણાવવામાં આવેલ પૂજયના પ્રાસંગીક પ્રવચન બાદ નૂતન ધ્વજાઓ આન-બાન-શાન સાથે દેરાસરજીના શિબિરો પર લહેરાવવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત હજારો ભાવિકો હર્ષપૂર્વક નાચી ઉઠ્યા હતા.અને ધન્યતા અનુભવેલ.
સાંજે ૬ વાગ્યાથી રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી સાચાફૂલોની મહાપૂજા દેરાસરમાં રાખવામાં આવેલ તથા પ્રભુજીને સાચા હિરામોતીની આંગી રચાવવામાં આવેલ તેમજ રાત્રે ૯.૩૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી સુપ્રસિધ્ધ જૈન ભકિતકાર ધર્મેશભાઈ, દોશીની ભકિતભાવના દેરાસરજીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ જેનો સેંકડો ભાવિકોએ લાભ લીધેલ મહાપૂજાના દર્શનાર્થે શહેરભરનાં જૈન જૈનેતર ભાઈ બહેનો પધારેલ મહાપૂજાનો લાભ લક્ષ્મીબેન શીવલાલજી રામસીના પરિવાર તરફથી લેવામાં આવેલ.
આ ત્રિદિવસીય મહોત્સવને સફળ બનાવવા માટે સંઘના દરેક ભાઈ બહેનો, એ તન-મનથી યોગદાન આપેલ તેઓને સુઝ-બુઝ તથા ધગશથી જ આ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયેલ છે. તેમ દિલીપભાઈ પારેખની યાદી જણાવે છે આ પ્રસંગે રૂ.૨ લાખનો ચેક સંઘ તરફથી રાજકોટ પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યો હતો.