લોકશાહી માટે ખતરનાક ગણાવતી આપ
કેન્દ્ર દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની અન્ય રાજકીય પાર્ટીઓને તેમના પાછળ વિદેશી રોકાણ હોય તો જાહેર કરવા જણાવવામાં આવ્યું છે. દેશના ગૃહમંત્રાલય દ્વારા આ તમામ પાર્ટીઓને વ્યકિતગત રીતે તેમની પાછળના રોકાણો ખાસ કરીને વિદેશી રોકાણોને જાહેર કરવા કાયદેસર રીતે જાણ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પુછપરછ એ રોજીંદી પ્રક્રિયા જ છે દર વર્ષે આ પ્રશ્ર્નોને ફોરેઈન કોન્ટ્રીબ્યુશ રેગ્યુલેશન એકટ (એફ.સી.આર.એ.) અંતર્ગત પુછવામાં આવતા જ હોય છે. મંત્રાલય દ્વારા એ બાબત સ્પષ્ટ જણાવવામાં આવી છે કે આ કોઈ ‘શો કોશ નોટીસ’ નથી. આ અંગે વધુ ત્યારબાદ જ જાહેર કરાશે જયારે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રત્યુતર આપવામાં આવે.
આપને નોટિસ મળ્યા બાદ આપના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે સરકાર આ પગલા દ્વારા ચોટ પહોંચાડવા માંગે છે જે લોકશાહી માટે ખતરનાક કહી શકાય. આ દેખીતી રીતે સરકારનો રાજકીય પેંતરો છે. આમ આદમી પાર્ટીના આ આક્ષેપને કેન્દ્રની તમામ એજન્સીઓએ નનૈયો ભણ્યો હતો કે આ કોઈ આમ આદમી પાર્ટી વિરુઘ્ધનું ષડયંત્ર છે.