ભાજપ વિરોધી પાર્ટીઓ ફરીથી જોરમાં: બેલેટ પેપર દ્વારા મતદાનની તરફેણમાં કર્યો ઠરાવ
ગઇકાલે દિલ્હી ખાતે ચાલી રહેલી વિધાનસભા અંતર્ગત આમઆદમી પાર્ટી દ્વરા ઇ.વી.એમ.માં ચેડા થતાં હોવાનો લાઇવ ડેમો અપાયો હતો. આપના ધારાસભ્ય તેમજ પૂર્વ એન્જીનીયર કે સૌરભે સાબિત કરી બતાવ્યું કે ઇ.વી.એમ.માં ચેડા દ્વારા જ ભાજપની જીત થઇ રહી છે. ભારદ્વાજે ઇવીએમ મશીનના ડેમોમાં આપને ૧૦ મતો આપ્યા જયારે ભાજપને ત્રણ પરંતુ પરિણામમાં ભાજપને ૧૧ મતો પડયા હતા.
આ લાઇવ ડેમોને ઉ૫સ્થિત અનેક નેતાઓ દ્વારા તાલીઓ પાડી પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. આ ડેમો બાદ ભાજપ વિરોધી પાર્ટીના નેતાઓ જોરમાં આવી ગયા છે અને રાજકારણ ફરીથી ગરમાયું હતું.
ડેમો સમયે વિધાનસભામાં હાજર રહેલ આરજેડી નેતા મનોજ ઝાએ પણ તેમની સામે જ ઇવીએમમાં ચેડા થતા હોવાનું સાબીત થયું હોવાની વાત આગળ ધરી હતી. જયારે આપ પાસેનું ઇવીએસ કયાંથી આવ્યું હોવાનો પ્રશ્ર્ન પુછાતા તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને આ અંગે માહીતી નથી આ ડેમો બાદ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પણ ઇવીએમમાં ચેડા અંગે આશંકા વ્યકત કરી હતી. તેમજ બેલેટ પેપર દ્વારા જ મતદાનની તરફેણ કરી હતી.
ડેમો દેખાડનારા આપના એન્જીનીયર ભારદ્વાજે જણાવ્યું હતું કે દુનિયાનું એવું કોઇ મશીન નથી કે જેની સાથે ચેડા ન કરી શકાય. જે દેશમાંથી આ ટેકનોલોજી આપણે લાવ્યા છીએ ત્યાંના લોકો પણ આ પઘ્ધતિથી મતદાન કરતા ન હોવાનો સુર તેમણે વ્યકત કર્યો હતો. તેમજ ઠરાવ પસાર કર્યો હતો.