મહુવાના ખરેડ ગામે નાણાની ઉધરાણી મામલે કાકાએ ભત્રીજાને કુહાડીનો હાથો માથામાં મારી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં તેઓએ આ અંગે કાકા અને તેના પુત્ર વિરુઘ્ધ મહુવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મહુવાના ખરેડના શીતળાના ખારામાં રહેતા ચંદુ ઉર્ફે સંજયભાઇ શંભુભાઇ પરમાર દે.પુ. એ મહુવા પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તેમના કાકા ભરતભાઇ પાસે રૂ ૫૦ હજારની ઉભરાણી કરતા તેઓએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ભરતભાઇ અને તેના પુત્ર રામજીએ કુહાડી વડે હુમલો કરી માથાના ભાગે કુહાડીનો હાથો મારી દેતા તેઓને ઇજા પહોચતા સારવાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉપરોકત કુટુંબીક ઝઘડામાં ઇજા પામેલ ચંદુભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓને માથામાં ટાંકા આવ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
Trending
- જામજોધપુર નજીક બાયપાસ રોડ પર બાઈક અને આઇસર ટ્રક વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મો*ત
- Surat: સુવાલી બીચ ફેસ્ટિવલમાં 26 સ્થળેથી દોડશે સિટી બસ
- Lookback Politics 2024 : ભારતીય રાજકારણીઓ જેમણે આ વર્ષે દુનિયાને કહ્યું અલવિદા
- ન હોય… આપણા શરીરમાં પણ એલિયન જેવા જીવો ઘર કરી ગયા છે
- સાબરકાંઠા: હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનુ વાવેતર કરતા ખેડુતો
- ધ્રાંગધ્રા: નગરપાલિકા ખાતે DYSPની અધ્યક્ષતામાં ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજાઈ
- ભરૂચ: ઝઘડિયામાં દુ-ષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
- અંજાર: વીજચોરો સામે તંત્રની લાલ આંખ