૧૦૫૯૭ બોટલ દારૂ અને ૨૭૬૪ નંગ બિયર સાથે કુલ રૂ.૧૯.૩૪ લાખનો મુદ્દામાલ ઝડપાયો
ગીર સોમનાથ વેરાવળ બંદરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ હતી. દરિયાઈ માર્ગે ગુજરાતમાં વિદેશી દારૂ ની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો છે. એલ. સી.બી અને વેરાવળ પોલીસનું સંયુક્ત ઓપરેશનમાં રવિવારે વહેલી સવારે વેરાવળ બંદરની નલિયા ગોદી વિસ્તારમાં બાતમી આધારે પોલીસનો દરોડો ધનેશ્વરી નામની ફિશિંગ બોટમાં ૧૦૫૯૭ બોટલ વિદેશી દારૂ ૨૭૬૪ નંગ બિયર મળી કુલ ૧૯.૩૪ લાખ નો વિદેશી દારૂ તેમજ ૨૦ લાખ ની ફિશિંગ બોટ માલી કુલ ૩૯.૩૪ લાખનો મુદ્દામાલ ઝડપાયો.
વેરાવળનો નામચીન હરિ ઉર્ફે ભાજપ જાદવ બાંડિયા નામનો બુટલેગર ઝડપાયો. અન્ય છ જેટલા ઈસમો ફરાર દમણ થી દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં લવાયો હતો વિદેશી દારૂદારૂ ભરેલી ફિશિંગ બોટ દમણથી વેરાવળ સુધી આવી પહોંચી ત્યાં સુધી સુરક્ષા વિભાગ અંધારામાં મરીન પોલીસ સહિત દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીની કામગીરી સામે ઉઠતા સવાલોજો વિદેશી દારૂ ભરેલી ફિશિંગ બોટ વેરાવળ બંદર સુધી આવી પહોંચતી તો દરિયાઈ માર્ગે શુ શું આવી શકે. નોંધનીય છે કે વેરાવળના અરબી સમુદ્ર કિનારે સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ મંદિર આતંકીઓના હિટલિસ્ટમાં છે. સોમનાથ મંદિર ખાતે ઝેડ પલ્સ સુરક્ષા તૈનાત છે.