પ્રાસંલામાં રાષ્ટ્રકથા શિબિરનો આરંભ: અનેક મહાનુભાવોની ઉ૫સ્થિતિ
રાજકોટથી ૧૩૦ કી.મી.ના અંતરે આવેલ પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી પ્રેરિત રાષ્ટ્રકથા શિબીરનો પ્રારંભ થયો હતો.
પ્રવચન સત્ર દરયિમાન રાષ્ટ્રકથા શિબીરનો ઉદ્દેશ્ય જણાવતા સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં રાષ્ટ્રને દોરી રહેલ વૈજ્ઞાનિકો ટોચના અમલદારો, ન્યાયતંત્રના વાહકો, અર્થશાસ્ત્રીઓ લશ્કરની ત્રણેય પાંખના વરિષ્ઠ અધિકારીઓ, રાજનીતિજ્ઞો વગેરેના રાષ્ટ્રઉત્થાન માટેનું વૈચારિક ભાથુ સીધું ભારતના ભાવિ નાગરીકોને પ્રાપ્ત થાય. જરુર જણાય તેઓ સીધો સંવાદ કરીને પોતાની જિજ્ઞાસા સંતોષીને આવતીકાલના જવાબદાર નાગરીક બને તે માટે આ શિબીરની શ્રૃંખલા છેલ્લા દોઢ દાયકાથી અવિરત યોજાય છે.
સ્વામી ધર્મબંધુજીએ શિબીરાર્થીઓને વર્ગખંડમાં જ નહીં પરંતુ જીવનના તમામ ક્ષેત્રોમાંં સફળતા પામવા ચાર સુત્રો આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. (૧) વર્ગખંડ અથવા જયાં જવાનું હોય ત્યાં નિયત સમય પહેલા બે મીનીટ પહોંચો (ર) એકાગ્રતાથી સાંભળો (૩) જે જણાવાયું હોય તેનો નિયમિત અભ્યાસ હોમવર્ક કરો. (૪) આવતીકાલ માટે આજે જ પૂર્વ તૈયારી કરીને જવું, વધુમાં તેમણે સરકસના સિંહ અને જંગલના સિંહના ઉદાહરણથી જે પોતાનો સંઘર્ષ, સહિષ્ણુતા છોડી દે છે. તે પોતાનું જીવન સ્વય નષ્ટ કરે છે. તેમ સમજાવ્યું હતું. સફળતા માટે હંમેશા ગ્રાસ રૂટર બનજો પેરા શુટર નહી સ્વામીજીએ શિબીરાર્થીઓને પોતાના શીબીરના અનુભવોને જ મુદ્દાઓ આધારીત આલેખવા જણાવેલ (૧) શિબિરમાં શું શીખ્યા? (ર) શિબીરમાં તમે શું કર્યુ (૩) શિબિરમાં સમુહમાં રહીને તમે શું પામ્યા ? (૪) તમારા જીવનના ઉદ્દેશો પામવામાં શિબિર તમને કેટલી સહાયક નીવડશે?
ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીના ચેરમેન ડો. જી. સતીષ રેડ્ડીએ શિબીરાર્થીઓને પ્રેરક સંબોધન કરતા સ્વયં અને રાષ્ટ્રની પ્રગતિ માટે ‘ડેર ટુ ડ્રીમ’નો મંત્ર આપ્યો હતો. તમે અભ્યાસ કરો. સાથે સાથે તમારા મજમાં ઉત્પન્ન મૌલિક વિચારોની અમલવારી હતી રાષ્ટ્રને પ્રગતિના પંથે દોરવા આહવાન કર્યુ હતું.
આ તબકકે તેમણે વૈજ્ઞાનિક પ્રગતિને ત્રણ વિભાગોમાં વિભાજીત કરીને ત્રણેય ક્ષેત્રોમાં આપણને પ્રાપ્ત સ્વપ્ન દ્રષ્ટા વૈજ્ઞાનિકોના સમપર્ણને સમજાવ્યું હતું. જેમાં એટોમીક ક્ષેત્ર ડો. હોમી જે. ભાભા, સ્પેસ રિસર્ચ ક્ષેત્રે ડો. વિક્રમ સારાભાઇ અને ડીફેેન્સ રિસર્ચમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલામની વિવિધ ઉપલબ્ધિઓ જણાવીને આજે આપણે વૈજ્ઞાનિક સંશોધનો થકી ન્યુકલીયર પાવર, સ્પેસ સાયન્સના લીધે અવકાશમાઁ એટોલાઇટ છોડવામાં તેમજ મિસાઇલ ઉત્પાદનમાં સ્વનિર્ભર થઇ શકયા છીએ.
કર્ણાટકા હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના દિક્ષીતએ તેમના સંબોધનમાં રોમન સંસ્કૃતિના પતન માટે કવીન વિકટોરીયા દ્વારા ગિબનને રોકીને કરાયેલા અભ્યાસના તારણો દર્શાવી સમજાવ્યું હતું કે, જે પ્રજા ઇતિહાસના જ્ઞાન પ્રત્યે ઉદાસીનતા સેવે, આરામ પ્રિયતામાં રામે તેઓ પોતાની ઉપલબ્ધિઓ ગુમાવે છે. તેમણે રાષ્ટ્રના ભાવિ નાગરીકોમાં અહીં રાષ્ટ્રીયતા ના સંસ્કાર સિંચનને શ્રેષ્ઠ કાર્ય દર્શાવ્યું હતું.
ઘનશ્યામસિંહ : મઘ્યપ્રદેશના દતિયાના રાજવી અને ધારાસભ્ય ઘનશ્યામસિંહએ પ્રત્યેક વિઘાર્થીમાં અલગ અલગ રૂચિ હોય છે જે અનુસાર પોતાના રૂચિના ક્ષેત્રમાં સર્વોત્તમ શિખર પામવા માટે અનુશાસિત પ્રયાસો કરવાની શિખામણ આપી હતી.
અર્જુનભાઇ મોઢવાડીયા : રાજયના ટોચના રાજનીતીજ્ઞ અર્જુનભાઇ મોઢવાડીયાએ પ્રેરક સંબોધન કરતાં જણાવેલ કે ટેકનોલોજીનો ઉપયોગ એ આશિર્વાદરુપ છે કે આફત રુપ તે નકકી કરે છે. જેમ કે સોશિયલ મીડીયા તમને પળે પળેની માહીતીથી જે તે ક્ષણે જ માહિતગાર કરે છે. પરંતુ તેનો દુરપયોગ અફવા, અરાજકતા ફેલાવે છે એટલું જ નહી તમને અભ્યાસમાં એકાગ્રતા સાધવામાં પણ અવરોધરુપ બને છે. તેમણે સહુને રાષ્ટ્રના આદર્શ નાગરીક બનવા સંકલ્પબઘ્ધ થવા જણાવેલ છે.
શીબીર સ્થળે એન.ડી.એફ સી.આર.પી. એફ આર.એ. એફ. વિગેરેના મહિલા પુરુષ બટાલિયન દ્વારા ર૪ કલાકની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વ્યવસ્થા જાળવવા પૂર્વ જનરલ રણધીર મહેતા અરવિંદભાઇ ડાખરા વાળા પ્રયાસ કરી રહ્યા છે.