ઇન્ડોનેશિયા બની રહ્યું છે ‘ખંઢેર’
દરિયા કિનારાઓ પર ક્રિસમસ અને યર એન્ડની ઉજવણીમાં મસ્ત લોકો પર કાળ ત્રાટક્યો
સલામત સ્થળે ખસેડાયેલા લોકોને રપ ડીસે. સુધી ઘરે પરત ન જવા સરકારની અપીલ
ઇન્ડોનેશીયામાં કાકાતાઉ દ્રીપ પર ના અનાક ક્રાકાતાઉ જવાળામુખીમાં વિસ્ફોટને પગલે દરિયામાં સર્જાયેલા સુનામી મોજાએ જાવા અને સુમાત્રાના ટાપુઓમાં હાહાકાર સજર્યો હતો સ્થાનીક સમય પ્રમાણે શનિવારે રાત્રે ૯.૩૦ કલાકે ત્રાટકેલા સુનામીએ માર્ગના આવેલી તમામ વસ્તુઓ વહાવી જતા ઓછામાં ઓછા રરર લોકોના મોત થયા હતા અને હજુ આ આ આંકડો વધે તેવી શકયતા છે. આ સાથે દરિયા કિનારાઓ પર ક્રિસમસ અને યર એન્ડની ઉજવણીઓમાં મસ્ત લોકો પર કાળ ત્રાટકયો હતો સેંકડો લોકો લાપતા થયા હતા. અને ૮૦૦ થી વધુ ઘાયલ થયા છે. કોઇપણ પ્રકારના સંકેત વિના અચાનક જ સુનામી ત્રાકટયું હતું જેને પરિણામે મોટી સંખ્યામાં જાન માલની હાની થઇ છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયા વારંવાર ભૂકંપ, સુનામી જેવી પરિસ્થિતિઓને લઇ ખંઢેર થઇ રહ્યું છે.
મહત્વનું છે કે ક્રિસમસની ઉજવણીમાં મસ્ત લોકો પર સુનામી ફરી વળતા કાળો કહેર વર્તાયો છે.
જાકાર્તાના બાન્તેન પ્રોવિન્સના તાનવુગ લેસુંગના દરિયા કિનારા પર પીએલએન કંપનીનો યર એન્ડર કોન્સર્ટનું આયોજન કરાયું હતું. કંપનીના રપ૦ થી વધુ કર્મચારીઓ આનંદ પ્રમોદ કરી રહ્યા હતા. ત્યારે જ કાળમુખા સુનામીનું મોજુ ત્રાકટયુ હતુ અને કોન્સર્ટના સ્ટે જ પર પફોર્મ કરે રહેલા રોક બેન્ડ સહિત પ્રેક્ષકોને આ મોજુ વટાવી ગયું હતું. કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે કંપનીના સાત કર્મચારીના મૃતદે મળી આવ્યા છે. જયારે ૮૯ કર્મચારીઓ લાપતા છે.
મહત્વનું ઇન્ડોનેશિયામાં ૧૮૮૩ માં કાકાતાઉમાં થયેલા વિસ્ફોટ અને શ્રેણીબઘ્ધ સુનામીમાં ૩૬ હજાર લોકોનો ભોગ લેવાયો હતો. વારંવાર જવાળા મુખી, ભૂકંપનો ભોગ બની રહેલા ઇન્ડોનેશિયામાં હાલ રપ ડીસે. સુધી સલામત સ્થળોએ ખસેડાયેલા લોકોને પોતાના ઘરોમાં પાછા ન જવા સરકારે અપીલ કરી છે. અનાક ક્રાકાતાઉ જવાળા મુખી છેલ્લા કેટલાક મહિનાથી સક્રિય છે મહત્વનું છે કે ર૬ ડીસેમ્બર ર૦૦૪ ના રોજ ઇન્ડોનેશિયામાં પ્રચંડ ભૂકંપને કારણે આવેલા સુનામીમાં ૧૩ દેશોમાં ર લાખ ૨૬ હજાર લોકો માર્યા ગયા હતા. એકલા ઇન્ડોનેશિયામાં એક લાખ ર૦ હજાર લોકો મોતને ભેટયા હતા.