ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ ખબર છે જાણકારીનું માનવમાં આવે તો 2023માં ભારત વર્લ્ડ કપની યજમાની છીનવાય જાઈ તેવું લાગી રહ્યું છે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને મોટો ઝટકો આપ્યો છે. તેણે 31 ડિસેમ્બર પહેલા બોર્ડને 23 મિલિયન ડોલર (160 કરોડ રૂપિયા) આપવા જણાવ્યું છે. આ રકમ ભારતે 2016માં હોસ્ટ કરેલા ટી-20 વર્લ્ડ કપના ટેક્સ સ્વરૂપે માંગવામાં આવી છે.
જાણકારી અનુસાર, BCCIને આ રકમની યાદી આપવામાં આવી છે જેનો ઉલીખ ઓક્ટોમ્બરમાં સીંગપુરમાં ICCIના બોર્ડ બેઠકમાં કરવામાં આવ્યું હતું. BCCI પાસે હવે ૧૦ દિવસ જ બચ્યા છે. સાથે જ ICCએ ધમકી આપી છે કે જો આવુ નહિં થાય તો ભારતને 2021માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને 2023ની 50 ઓવરની મેચ હોસ્ટ કરવામાંથી હાથ ધોવો પડી શકે છે.
ICCએ BCCIને એમ પણ કહ્યું છે કે બોર્ડ આ રકમ નહિ ચૂકવે તો બોર્ડની વર્તમાન સંપત્તિમાંથી આ રકમ કપાઈ જશે. આ સાથે જ ICCને ધમકી આપી કે જો બોર્ડ આ રકમ નહિ ચૂકવી શકે તો ચેમ્પિયન્સ ટ્રોફી 2021 અને વન ડે વર્લ્ડ કપ 2023 હોસ્ટ કરવાની તક ભારત પાસેથી છીનવી લેવા પર વિચાર કરવામાં આવશે. સ્ટાર ટીવી ICCની બધી જ ટૂર્નામેન્ટના ઑફિશિયલ બ્રોડકાસ્ટ રાઈટ્સ ધરાવે છે. તેણે 2016ના ટી20 વર્લ્ડ કપ પ્રસારણનો ટેક્સ ICCને આપ્યો હતો. હવે કાઉન્સિલ ઈચ્છે છે કે BCCI પણ તેની ભરપાઈ કરે.