દોડ ભાગની જિંદગી અને બદલતી લાઇફ સ્ટાઇલને કારણે કેટલીક વખત માથાનો દુખાવો , પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થતી હોય છે , એવામાં આજે લોકોમાં સાઇનસનો પ્રોબ્લેમ વધ્યો છે , જેમાં સખત માથું દુખવાની સમસ્યા રહતી હોય છે , આ માથાના દુખવાથી નિજાત મેળવવા માટે કેટલાક ઘર ગથ્હૂ ઉપચારો અપનાવી શકાય છે , જેનાથી તમને ધીરે ધીરે પણ આ તકલીફ ઓછી થઈ જશે .
આજે મોટા ભાગના લોકોને સાઇનસ અને માઈગરેનની તકલીફ હોય છે જેના માટે લોકો પેઇન કિલરનો ઉપયોગ કરતાં હોય છે .સાઇનસમા માથા ઉપરાંત કાન , નાક , ગાલ ઉપર પણ દબાણ હોય તેવું લાગે છે , નિશ્લંતોનું કહવું છે કે આ સમયે એન્ટિ બીઓટીક્સ લેવી જોઈએ .
જ્યારે સાઇનસ જેવી સમસ્યા થઈ ત્યારે નાકના નસકોરામા સ્ટીમ લેવું જોઈયે , તેથી સ્વસ લેવામાં સરળતા પડે છે , માટે સૌથી સરળ છે કે ગરમ સ્ટીમ લેવું જોઈયે ગરમ પાણી કરી એક બાઉલમાં લઈને માથે ટુવાલ ઓઢીને ગરમ વરાળ લેવાથી નસકોરાં ખૂલી જાય છે .
ગરમ પાણીના બાઉલમાં તમે
તેલના એક બે બુંદ પણ ઉમેરી શકો છો સાઇનસની તકલીફથી છુટકારો મેળવવા માટે
આંખો , અને નાક પાસે ગરમ કાપડની હૂફ આપો તમે ઠંડો અને ગરમ શેક લઈ
શકો છો .