સ્વામીનારાયણ ચોક નજીક કૃષ્ણનગર શેરી નં.૯માં કેરીના ગોડાઉનમાં ચેકિંગ: કાર્બાઈડી પકાવેલી ૨૮૦૦ કિલો કેરીનો નાશ
શહેરમાં વેંચાતી પાકી કેરી જન આરોગ્ય માટે જોખમી હોવાનું સતત પુરવાર ઈ રહ્યું છે. વધુ નફો કમાવવાની લાલચમાં ફળના વેપારીઓ કેરી પકવવા માટે જીવલેણ કેમીકલનો ઉપયોગ કરતા હોવાની ઘટના રાજેબરોજ પ્રકાશમાં આવી રહી છે. શહેરના સ્વામીનારાયણ ચોકમાં કૃષ્ણનગર શેરી નં.૮માં કેલ્સીયમ કાર્બાઈડનો ધુમાડો કરી કેરી પકાવવામાં આવતુ હોવાનું કારસ્તાન આજે પકડાયું છે. ૨૮૦૦ કિલો કેરીના જથ્ાનો નાશ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના સ્વામીનારાયણ ચોક નજીક આવેલી કૃષ્ણનગર શેરી નં.૯માં ભરતભાઈ છગનભાઈ ચૌહાણ નામના વેપારીના મકાનમાં આવેલા કેરીના ગોડાઉનમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં વેપારી કાચી કેરીને પકાવવા માટે એક બંધ ‚મમાં કેલ્સીયમ કાર્બાઈડનો ધુમાડો કરી કેરી પકવતો હોવાનું કારસ્તાન પકડાયું છે. આજે સ્ળ પર ૨૮૦૦ કિલો કેરીના જથ્ાનો નાશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા છેલ્લા એક પખવાડિયાી કેમીકલ કે કાર્બાઈડી પકાવવા વેપારીઓ પર રીતસર ધોંસ બોલાવવામાં આવી રહી છે. છતાં વેપારીઓ સુધરવાનું નામ લેતા ની અને બીન્દાસ્ત જનઆરોગ્ય સો ચેડા કરી રહ્યાં છે. આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.