પ્લાસ્ટીક રાખવા બદલ વેપારીઓ પાસેથી રૂ .૧૯૩૦૦નો દંડ વસુલાયો
ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવા માટે બે ડસ્ટબીન રાખવા અંગે પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાનું આગામી પાંચમી જૂની વિધિવત રીતે અમલવારી વા જઈ રહી છે ત્યારે આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખાની મોબાઈલ ચેકિંગ સ્કવોડ દ્વારા ૮૪ દુકાનદારોને બે ડસ્ટબીન રાખવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ઈસ્ટ ઝોન કચેરીના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, કોમર્શીયલ વિસ્તારમાં કચરાના વર્ગીકરણ માટે લીલા અને વાદળી રંગની અલગ અલગ ડસ્ટબીન રાખવા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.૪ના ૪ દુકાનદારો, વોર્ડ નં.૫માં ૨૯ દુકાનદારો, વોર્ડ નં.૬માં ૮ દુકાનદારો, વોર્ડ નં.૧૫માં ૧૦ દુકાનદારો, વોર્ડ નં.૧૬માં ૧૧ દુકાનદારો અને વોર્ડ નં.૧૮માં ૨૨ દુકાનદારોને અલગ અલગ બે ડસ્ટબીન રાખવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત પારેવડી ચોક, કોઠારીયા રોડ, આડો પેડક રોડ, સંતકબીર રોડ, કોઠારીયા ગામ, કુવાડવા રોડ સહિતના વિસ્તારમાં પ્લાસ્ટીક અંગે ખાસ ઝુંબેશ હા ધરવામાં આવી હતી. જેમાં પાનની દુકાન, મેડિકલ સ્ટોર, કરીયાણાની દુકાન, શોપીંગ મોલ, હોકર્સ ઝોન સહિતના સ્ળે ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું જેમાં ઈસ્ટઝોન હેઠળ આવતા ૬ વોર્ડમાંી ૨૧.૫ કિલો પ્લાસ્ટીકનો જથ્ો જપ્ત કરવામાં આવ્યો હતો અને ‚ા.૧૯૩૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.