ધુમ્મર, કરાટે, તલવાર રાસ સહિતના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલી
સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલમાં ‘નવસર્જન’ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધુમ્મર, કરાટે, તલવાર રાસ, કાળજાનો કટકો જેવી અનેક સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરવામાં આવી હતી. ખાસ તો બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રથમ આવનાર વિદ્યાર્થીના સન્માન સાથે વિદ્યાર્થીઓના માતા-પિતા, દાદા-દાદી અને રમત-ગમત ક્ષેત્રે આગવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંજય રાવલ, હાસ્ય કલાકાર ધી‚ભાઈ સરવૈયા સહિતની વિભૂતિઓની ઉપસ્થિતિ રહી હતી.
શાળાના પ્રિન્સીપાલ અને સંચાલક રમાબેન હેરભાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા સતર વર્ષથી રમતઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિજ્ઞાનમેળો જેવી પ્રવૃતિઓ શાળામાં કરવામાં આવે છે. ૨૦૧૮નાં વાર્ષિક ઉત્સવમાં શાળાના ૬૫૦ બાળકોએ ભાગ લીધો હતો અને ડાન્સ, કરાટે, નાટક જેવી અનેક પ્રવૃતિમાં જોડાયા હતા. ખાસ બાળકો તૈયારી માટે ઓછો સમય મળ્યા છતાં બાળકોએ ઉત્સાહભેર તૈયારીઓ કરી હતી.
આ ઉપરાંત બાળકો અને શિક્ષકોની સાથે ડ્રીમ્સ ડાન્સ એકેડેમીએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. વધુમાં ઉમેર્યું કે, શાળાનાં સમય બાદ બેસ્ટ રિડિંગ કઈ રીતે થઈ શકે તે માટેનું માર્ગદર્શન શાળામાં જ આપવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે બાળકોમાં પ્રથમથી જ રહેલી શકિતનું પ્રગતિકરણ આ પ્રગતિકરણ માટે આ પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમો થવા જોઈએ.
સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલનાં ૧૨માં ધોરણના વિદ્યાર્થીની અમીશાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે પાંચ પરર્ફોમન્સ આપ્યા હતા. જેમાં કાળજાનો કટકો, કરાટે, તલવાર રાસ, ટીચર ડાન્સ જેવી રજુઆત તેમણે કરી હતી.