મનપા અને મીડટાઉન લાઈબ્રેરી દ્વારા આયોજન: ૨૫,૫૦ અને ૭૫ કિમી જેવી કેટેગરી: કાલથી રજીસ્ટ્રેશન શરૂ
આપણું રંગીલુ રાજકોટ સ્માર્ટ સીટી બનવા તરફ સાચા અર્થમાં આગળ વધી રહ્યું છે.તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે રોટરી મીડટાઉન લાઈબ્રેરી સંચાલિત રાજકોટ સાયકલ કલબ. રાજકોટ સાયકલ કલબને કારણે રાજકોટના લોકોમાં કંઈક અલગ જ ઉમંગનો સંચાર થયો છે. રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ સાઈકલ દિવસના રોજ રાજકોટ સાઈકલ કલબની સ્થાપના કરવામાં આવી. માત્ર બે વર્ષના ટુંકાગાળામાં અદભુત પ્રવૃતિઓ કરીને રાજકોટ સાયકલ કલબે વિશિષ્ઠ પ્રતિષ્ઠા મેળવી છે. રોજે રોજ ૧૫ થી ૪૦ કિમીની રોજીંદી સાયકલ રાઈડ આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત રાજકોટ સાયકલ કલબના સભ્યો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયકલી ઈવેન્ટમાં ભાગ લઈ આપણું નામ રોશન કરે છે.
૨૦૧૭ અને ૨૦૧૮ના સાયકલોફનના અદભુત આયોજન બાદ ફરી રાજકોટ સાયકલ કલબ આ વર્ષે તા.૧૩ જાન્યુઆરી, ૨૦૧૯, રવિવારના રોજ શિયાળાના ગુલાબી માહોલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા અદભુત આયોજન કરવામાં આવેલ છે. પોલીસ કમિશનરની કચેરી અને રાજકોટ સાઈકલ કલબના સહકાર સાથે જ કરવામાં આવેલ છે. આયોજનને સફળ બનાવવા આગેવાનો અબતકના આંગણે પધાર્યા હતા.
આ કોઈ સાઈકલીંગ રેસ નથી પરંતુ સાઈકલ રાઈડ છે અને સાઈકફલોફનનો મુખ્ય હેતુ લોકોમાં સાઈકલીંગ અંગે જાગૃતતા આવે જેથી પ્રદુષણ ઘટે, ટ્રાફિક ગીચતા ઘટે અને કુદરતનું સંરક્ષણ થાય. જો લોકો નાના અંતરોમાં સ્કુટર કે મોટર સાયકલના સ્થાને સાઈકલનો ઉપયોગ કરે. આ ઈવેન્ટમાં ભાગ લેનારે ૨૫ કિમી ૧:૩૦ કલાકમાં, ૫૦ કિમી ૩ કલાકમાં, ૭૫ કીમી ૪ કલાકમાં નિર્ધારીત રૂટ ઉપર અંતર પૂર્ણ કરશે. દરેક સ્પર્ધકે હેલ્મેટ પહેરવી ફરજીયાત છે. તેમનામાંથી સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકો અંતર્ગત લકકી ડ્રો કરવામાં આવશે તથા લકકી ડ્રોના વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.
આ ઈવેન્ટ સવારે ૫:૩૦ વાગ્યે શરૂ થશે. ૨૫,૫૦ અને ૭૫ કિમી દરેક કેટેગરીનો ફલેગ ઓફ સમય અલગ-અલગ રહેશે. ઈવેન્ટ રજીસ્ટ્રેશન ફી ૨૫ કિમી માટે રૂ.૨૦૦, ૫૦ કિમી માટે રૂ.૩૦૦ અને ૭૫ કિમી માટે રૂ.૫૦૦ રાખવામાં આવેલ છે. દરેક સ્પર્ધકોને અને મેડલ આયોજક તરફથી આપવામાં આવશે અને દરેક રૂટ ઉપર પાણી તથા મેડિકલ સારવારની સંતોષકારક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજકોટ પોલીસ કર્મચારીના સહયોગથી સાઈકલ રાઈડરોને રૂટ પર માર્ગદર્શન આપશે. રજીસ્ટ્રેશન તા.૨૩ ડિસેમ્બર ૨૦૧૮ના સવારે ૧૧ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન રાજકોટ સાયકલ કલબ રોટરી મીડટાઉન લાઈબ્રેરી, અમીન માર્ગ, સિવિક સેન્ટર બિલ્ડીંગ ખાતે કરાવવાનું રહેશે. વધુ વિગત માટે ફોન નં.૨૪૫૪૫૩૭-૩૮ ઉપર સંપર્ક કરી શકાશ