ભારતમાં સૌ પ્રથમ ૧૯૬૫માં રાજકોટમાં વાયદાની શરૂઆત થઈ હતી, જેમાં સતત ૨૫ વર્ષ સુધી એરંડા સહિતના ખેત ઉત્પાદનોના વાયદાના વેપાર સફળતાપૂર્વક ચાલ્યા હતા, ૨૦૦૩માં પ્રાદેશિક વાયદા બજારોને બંધ કરાવીને કેન્દ્ર સરકારે નેશનલ કોમોડીટી એકસચેંજો કાર્યરત કર્યા હતા
હાલમાં કાર્યરત એમસીએકસ અને એનસીડીએકસમાં ખેત ઉત્પાદનો ઉપરાંત, સોના-ચાંદી મેટલ, ફૂડ સહિતના અનેક કોમોડીટીના વાયદા થઈ રહ્યા છે હાલમાં કેશ સેગમેન્ટ ઉપલબ્ધ ન હોય ફયુચર અને ઓપશન્સમાં વાયદાના કામો થઈ રહ્યા છે
એક સમયે ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને દરેક ખેત ઉત્પાદનોના ભાવ બારેમાસ સરખા જળવાઈ રહે તે માટે વિવિધ જણસોમા વાયદા બજારો ચલાવવામાં આવતી હતી. પ્રાદેશિક કક્ષાએ ચાલતા આ વાયદા બજારોમાં એકસુત્રતા જળવાઈ રહે તે માટે સરકારે પ્રાદેશિક બજારોને બંધ કરીને નેશનલ કોમોડીટી એકસચેંજો બનાવી છે. આ નેશનલ કોમોડીટી એકસચેંજોમાં માત્ર ખેત ઉત્પાદનોના જ નહી મેટલ, ફૂડ સહિતની અનેક કોમોડીટીઝનો સમાવેશ કરીને તેના વાયદાઓ ચલાવવામાં આવી રહ્યા છે. આ વાયદા બજારોમાં કેવી રીતે કામકાજ થતુ હતુ હાલની કોમોડીટીઝ એકસચેંજોમાં કેવી રીતે ટ્રેડીંગ કરવામાં આવે છે. શું વાયદા બજારનાં ભાવોની માર્કેટ ભાવો પર કેવી અસર થાય છે? તેની વિગતો મેળવીએ આ ખાસ અહેવાલમાં
રાજકોટની સટ્ટાબજાર તરીકે ઓળખાતી વાયદા બજારમાં એક સમયે આ બજારની રીંગમાં દિવેલ, એરંડા સહિતની ખેત ઉત્પાદન જણસીઓનાં વાયદાઓ થતા હતા. આખા દિવસ દરમ્યાન વેપારીઓના લીધા દીધાના પોકારોથી આ બજારોની રીંગ ગુંજી ઉઠતી હતી. અહી ચાલતી દેશની આ પ્રથમ પ્રાદેશિક વાયદા બજારને ૨૦૦૩માં સરકારે બંધ કરાવી હતી. આ વાયદા બજારમાં કેવી રીતે કામકાજ થતા હતા સોદાઓની લેવડ દેવડ કઈ રીતે થતી હતી ગ્રાહકો અને વેપારીઓના હિત કેવી રીતે જળવાતા હતા તેની વિગત આપા સટ્ટા બજારમાં લાંબા સમય સુધી પ્રમુખ પદે રહેલા રાજુભાઈ પોબા‚એ વાયદાએ આપણા સૌરાષ્ટ્રની મોનોપોલી હતી ૧૯૬૫થી વાયદા બજાર ચાલુ હતી. સૌરાષ્ટ્રભરમાં ચાલતા વાયદાઓ ૧૯૭૨માં પ્રતિબંધ મૂકવામાંવ્યો હતો.
તે બાદ ૧૯૯૧માં ફરીથીકાયદાને માન્યતા મળી હતી. તે સમયે રાજકોટ સટ્ટાબજાર દિવેલનો વાયદો મળ્યો હતો. જણસીના વાયદા જેક વિક્રમ પાક હોય તેના જે વાયદાઓ મળે તેનાથી લોકોમાં રોષ છે તે કાંઈ રહેતો નથી અને જણસીના વાયદાઓ પાછળનો મુખ્ય ઉદેશ્ય એવો હતો કે ખેડુતોને કોઈ પણ હિસાબે પોષણક્ષમ ભાવો મળે ઉપરાંત વાયદાએ ફોરવર્ડ હેઈઝ કોન્ટ્રાકટ કહેવાય છે. વાયદા એટલે સટ્ટો કહેવો યોગ્ય શબ્દ નથી ફોરવર્ડ હેઈઝ કોન્ટ્રાકટ તેની વ્યાખ્યા છે. તેમાં ખેડુત પોતાનું ઉત્પાદન બે કે ચાર માસ પછીના વાયદાના ભાવ પ્રમારે વેચીને તેનાથી મળતી રકમથી સંતોષ માનતા હતા તેમ રાજુભાઈએ જણાવ્યું હતુ.
દેશભરમાં ચાલતા ૧૯ જેટલા પ્રાદેશિક વાયદા બજારોના વહીવટમાં અનિયમિતતા ચાલતી હોવાની ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે ૨૦૦૩માં આવા પ્રાદેશિક વાયદા બજારોની માન્યતા રદ કરી હતી. જે બાદ દેશભરમાં એકસુત્રતા જળવાઈ રહે અને તેના પર સરકારનો અંકુશ રહે તે માટે નેશનલ કોમોડીટી એકસચેંજોને માન્યતા આપી હતી. હાલમાં બે નેશનલ કોમોડીટી એકસચેંજો એમસીએકસ અને એનસીડીએકસ કાર્યરત છે. આ એકસચેંજોમાં કૃષિ ઉત્પાદનો ઉપરાંત મેટલ, બુલીયન, એનર્જી, સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કોમોડીટીઓનાં વાયદાઓનાં કામો થવા લાગ્યા છે. કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા સેબી એટલે કે સિકયુરીટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયાના નિયંત્રણ હેઠળ આ એકસચેંજોનું કામકાજ થઈ રહ્યું છે.
ડીલેવરી સેટલમેન્ટ સારી રીતે થાય તે માટે ૨૦૦૩માં ભારત સરકારે કોમોડીટીઝ એકસચેંજોની શરૂઆત કરી હતી જેમાં મુખ્યત્વે અત્યારે એમસીએકસ અને એનસીડીઈએકસમાં એગ્રી અને નોન એગ્રીના વાયદાના કામ થાય છે.તેમ જણાવીને જે.વી. કોમોડીયીઝના ડીરેકટર કેતનભાઈ કોટકે ઉમેર્યું હતુ કે હાલમાં તેમાં મુખ્યત્વે બેઈઝ મેટલરૂક પ્રિસેસીયસ મેટલ, અને એનર્જીના ભાગોછે. બેઈઝ મેટલમાં ઝીંક, બેડ, કોપર વગેરે જેવી કોમોડીટીઝમાં પ્રિસેસીયસ મેટલમાં ગોલ્ડ સિલ્વરમાં કામ થાય છે. એનર્જીમાં ફૂડ તથા નેચરલ ગેસમાં કામકાજ થાય છે. એગ્રીમાં કેસ્ટર સીડસ્ ધાણા, જીરૂ, હળદર, વગેરે મુખ્ય આઈટમોમાં કામકાજ થાય છે. જેમાં એમસીએકસમાં ડેઈલી એવરેજ વેલ્યુ જોઈએ તો ૨૨ થી ૨૫ હજાર કરોડ રૂ.નું વોલ્યુમ થાય છે. અને એનસીડીએકસમાં ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડ રૂ.નું ડેઈલી વોલ્યુમ થાય છે.
બંને મુખ્ય નેશનલ કોમોડીટી એકસચેંજોમાં પ્રેસીયસ મેટલમાં ગોલ્ડ અને સિલ્વરનાં વાયદાના સોદા થાય છે. આ વાયદાના સોદાના ભાવોની અસર બજારમાં ચાલતા સોના-ચાંદીના ભાવો પર થાય છે કેકેમ? તે અંગે અગ્રણી બુલીયન વેપારી દિલીપભાઈ રાણપરાએ જણાવ્યું હતુ કે સામાન્ય રીતે માર્કેટમાં હાજરના ભાવ બોલાતા હોય છે અને અમારી જે માર્કેટ છે તે વિદેશથી જે ગોલ્ડ અને સિલ્વરા આયાત થાય અને તેની ડયુટી પ્લસ પ્રિમીયમ એ બધુ તેમાં વધારીનેક માર્કેટ તેના ભાવો નકકી થતા હોય છે. એમસીએકસમાં ગમે તેટલા વધેઘટે પરંતુ તેને હાજરની માર્કેટ સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે,હાજરનો ભાવ વેપારી પોતે જ નકકી કરે છે. તેને વાયદાઓ સાથે કોઈ લેવા-દેવા હાજર માર્કેટને નથી.
તાજેતરમાં સેબીએ સ્ટીલના વાયદા કરવાની છૂટ આપી છે. લંડન મેટલ એકસચેંજમાં દાયકાઓની સ્ટીલ સહિતની અનેક મેટલોના સોદાઓ થાય છે. આપણા દેશમાં હવે આવી મેટલોના વાયદા શરૂ થવાથી તેની સીધી અસર તો મેટલ માર્કેટ પર નથી થતી પરંતુ, તેના આધારે સ્ટીલ સહિતની મેટલોના ભાવો નકકી થવા લાગ્યા છે તેવું મેટલના અગ્રણી ઉદ્યોગકાર ભાવિનભાઈ સાવંતનું માનવું છે.
કોમોડીટી એકસચેંજમાં વિવિધ ખેત ઉત્પાદનોનાં વાયદા થાય છે. ખેડુતોના હિત માટે શરૂ થયેલા કૃષિ જણસોનાં વાયદાઓમાં હવે ખેડુતોનું હિત જળવાતું ન હોવાનો ખેડુતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવું ખેડુતો સાથે સંકળાયેલા વેપારી આગેવાન અતુલભાઈ કામાણીનું માનવું છે.
દેશના બંને મુખ્ય કોમોડીટી એકસચેંજોમાં એગ્રીકલ્ચર સેકટરમાં જેમાં મહત્તમ વાયદાના કામો થાય છે. તે છે ગવાર ગમ, દુનિયાના કુલ ઉત્પાદનના ૯૦ થી ૯૨ ટકા ગવારના પાકનું ઉત્પાદન ભારતના ચાર રાજયોમાં થાય છે આ ગવારનાં પાવડર એટલે કે ગવાર ગમ દુનિયાભર દેશોમાં એકસપોર્ટમાં થાય છે. એકસમયે આ ગવાર ગમના ભાવો ખૂબ ઉંચા હતા. પરંતુ એમસીએકસ અને એનસીડીએકસમાં તેના વાયદાઓ શરૂ થતા આ પ્રોડકટના ભાવો હાલ ગગડીને તળીયે પોચી ગયાનો આક્ષેપ ગવાર ગમના ઉત્પાદક વલ્લભભાઈ પટેલ કરી રહ્યા છે.માનવ જીવનમાં રોજબરોજની જીવનજરૂરી ચીજ વસ્તુ એવા તેલમા પણ કોમોડીટી એકસચેંજોમાં વાયદા થાય છે. પામોલીન, સોયાબીન એરંડીયા, દિવેલ જેવા, તેલના થતા વાયદાના સોદાના ભાવોની અસર હાજર બજરના ભાવોમાં બહુ ઓછી જ થાય છે તેવું તેલના હોલસેલ વેપારી સંદીપભાઈ કોટેચાનું માનવું છે.તેવી જ રીતે, રોજબરોજની જીવનજરૂરી ચીજ વસ્તુ એવી ખાંડના પણ બંને કોમોડીટી એકસચેંજોમાં વાયદા થાય છેજો કે, હાલમાં ખશંડના ભાવ ઓછા હોય તેના વાયદાના વોલ્યુમ ઓછા જોવા મળે છે. જો કે, ખાંડ બજાર ભાવોમાં પણ વાયદાના સોદાના ભાવોની અસર ઓછી થાય છે. તેવું ખાંડના હોલસેલ વેપારી ભરતભાઈ શાહનું માનવું છે. ખાંડનું વિક્રમજનક ઉત્પાદન થવાથી ખાંડના ભાવો હાલમા નીચા હોય તેમાં બહુ વાયદા કામો થતા નથી.
વાયદામાં સમજણપૂર્વક રોકાણ કરીને બેન્ક કરતા સારૂ વળતર મેળવી શકાય છે: કેતનભાઇ કોટક
વાયદો એટલે ફુગાર કોમોડીટી એકસચેન્જમાં ટ્રેડ કરવું એટલે જુગાર રમવા જેવી માન્યતા લોકોના મગજમાં ઘર કરી ગઇ છે. પણ તેમાં પ્રોપર માર્જીન લઇ પોતાની હેઝ રૂપી ટ્રેડીંગ કરો તો બેન્ક કરતા સારા વળતર છુટે છે. ડીસીપ્લીનથી ટ્રેડ કરીને નહીં કે ઓવર ટ્રેડીંગ કરીએ તો સારુ વળતર મળે છે તેમ જણાવીને જે.વી. કોમોડીટી પ્રા.લી. ના ચેતનભાઇ કોટકે ઉમેર્યુ હતું કે અત્યારે મુખ્યત્વ ફયુચર અને ઓપશન્સમાં સોદા થાય એ કેશ સેગમેન્ટ અત્યારે અવેલેબલ નથી ફયુચરમાં જે લેવડ-દેવડ થાય તે ટી.૧ ના સોલમેન્ટ થી થાય છે. અને ઘણાખરા કોન્ટ્રાટકને ડીલેવરી બેઇઝ થાય છે તે મંથલી અને બાયોમંથલી તેની લેવડ-દેવડ થતી હોય છે.
ગ્રાહકો સુથીની અને વેપારીઓ વાયદાથી સોનાના ભાવમાં નુકશાનીથી બચો: દિલીપભાઇ રાણપરા
ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું છે પરંતુ પૈસા ૧૫ થી ૨૦ દિવસ પછી આવવાના છે. ત્યારે એમસીએમ તમને કામ આવે છે. કે તમો ૧પ કે ર૦ દિવસ બાદના ભાવોની એમસીએકસમાં ગોલ્ડ ખરીદી શકો છો. અને વાયદા મુજબ નિયત દિવસોમાં કિંમત ચુકવી ગોલ્ડ ખરીદ કરી શકો છો. તેમાં એમસીએકસ કામે આવે છે. તેમ જણાવીને બુલીયન વેપારી દિલીપભાઇ રાણપરાએ એ ઉમેર્યુ હતું કે અમારે સોની વેપારીઓને ત્યાં સુથીનો વેપાર હોય છે. દેશના ૪૦ ટકા લોકો એવા છે કે કોઇ પ્રસંગે સોનાના દાગીનાની ખરીદી માટે સુથીની રકમ દઇને સોનાના ભાવો નકકી કરી આવે છે. સુથીની રકમમાંથી ગ્રાહકના ઓર્ડર મુજબનું બધુ સોનું ખરીદ કરી શકાતું નથી. તેઓ એક મહિના પછી દાગીનાની ડીલેવરી લેવા આવે ત્યારે તમામ બાકીની રકમ ચુકવતા હોય છે. પરંતુ વેપારીઓ પોતાને નુકશાનીના આવે તે માટે તે ભાવે એમસીએકસમાં તે ભાવે વગર પૈસે સોનાનો સોદા નકકી કરી રાખે છે.
વાયદાઓના ભાવોની અસર તેલ બજારના ભાવો પર કંઈક અંશે થાય છે: સંદીપભાઈ કોટેચા
હાલમાં કોમોડીયીઝ એકસચેન્જોમાં પામોલીન તેલ, સોયાબીન, એરંડીયા અને મસ્ટર્ડ ઓઈલના વાયદા થાય છે. તેલોના સ્થાનિક બજાર ભાવોમાં સીધી અસર થતી નથી પરંતુ વિદેશથી આવતા પામતેલના ભાવોમાં વધઘટ થાય તો કપાસીયા કે પામતેલના ટીન પર જો ભાવોનો તફાવત વધી જાય તો તેની ઈન ડાયરેકટ તેની અસર થાય છે. જો કપાસીયાના ડબ્બો ૧૨૦૦નો હોય અને પામોલીનનો ડબ્બો ૯૦૦નો હોય તો તેમાં પામોલીનનો વપરાશ વધે છે. તેલના
હોલસેલ વેપારી સંદીપભાઈ કોટેચાએ જણાવીને ઉમેર્યું હતું કે, તેલના
વાયદાના ભાવો બધા જોવે છે. પરંતુ
તેની અસર ખરેખરમાં માર્કેટ ભાવો પર થતી નથી. વિદેશોમાં વાયદાના ભાવો વધ્યા તો તેની અસર આવે કે આપણે ઉંચા ભાવે માલ લઈએ પરંતુ એકબીજાને સીધી અસર થતી નથી.
સટ્ટોએ સતનો આધારે ચાલતો તેમાં જબાનની કિંમત હતી: રાજુભાઇ પોબારૂ
વાયદાઓમાં હિત અને રીતે જોવાતું હતું કે વાયદો એટલે સટ્ટો એ સત્રનો આધાર છે. વાયદો છે તે સતનો આધારે ચાલતો હોય છે અને જબાનની કિંમત હોય છે. આજે ર૦૦૦ નો તેલનો ડબ્બો છે. તો તેના ભાવ વાયદામાં આગળ જતા બે કે ત્રણ મહિના પછીના ર૧૦૦ થી ૨૨૦૦ નો ભાવ એટલે કે તેના વ્યાજની ગણતરી કરીને વાયદાના ભાવો નકકી થતાં હતા તેમ જણાવીને સટ્ટા બજારના પૂર્વ પ્રમુખ રાજુભાઇ પોબારુએ ઉમેર્યુ હતું કે રાજકોટના સટ્ટાબજારમાં ૧૯૬૫ થી શરૂ થયેલ વાયદાઓ ૧૯૯૧ થી રપ વર્ષ સુધી લગાતાર વાયદાઓ ચાલતા રહ્યા હતા. જેમાં રાજકોટના સટ્ટાબજારમાં દિવેલનો સુરેન્દ્રનગર ખાતે કપાસનો અમદાવાદમાં એરંડાનો વાયદાઓ ચાલતા હતા. અમને સોયા ઓઇલનો વાયદો ચલાવવાની મંજુરી મળી હતી. ઇન્દોરમાં પણ સોયા ઓઇલનો વાયદો ચાલતો હતો. અત્યારે નેશનલ એકસચેન્જોમાં બધી જણસીઓના વાયદાઓ ચાલે છે.
ગવાર ગમના વાયદા શરૂ થતાં તેના ભાવો ગગડી જવા પામ્યા છે: વલ્લભભાઈ પટેલ
વિશ્ર્વમાં ભારતમાં ચાર રાજયો જ ગવાર પકવે છે. પાંચ થી દશ ટકા ખાલી પાકિસ્તાનમાં ઉત્પાદન થાય છે. આખા વિશ્વમાં આપણાં ગવાર ગમ જોઈએ છે. પાંચ વર્ષ પહેલા એક મણના ભાવ પાંચ હજાર થયા હતા. ત્યારે મેં પાંચ કરોડ રૂપિયામાં આની ફેકટરી શરૂ કરી હતી તેમ વલ્લભભાઈ પટેલે જણાવી ઉમેર્યું હતું. સરકારે તેમાં ધ્યાન ન દોરવાથી અને એમસીએકસમાં તેના સોદા શરૂ થવાથી અત્યારે ગવાર ગમના મણના ભાવ ૫૦૦ થી ૬૦૦ રૂપિયાએ પહોંચી ગયા છે. જેનાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. વેપારીઓ હેરાન થઈ ગયા અને ઉદ્યોગો મરણ પથારીએ ગયા છે. ભરપાઈ કરી શકતા નથી, ગવાર ગમનો ઉપયોગ કેમીકલમાં ફુડ, ઉદ્યોગ, ફુડ ઓઈલ સહિત સર્વત્ર તેનો ઉપયોગ થાય છે. તેથી આની આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી મોનોપોલી છે.