કલબ દ્વારા કાણી વ્યકિતઓની ઈમ્પ્લાન્ટ સર્જરી તેમજ બહેરા મુંગા બાળકોને કોકેલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરી બોલતા કર્યા; ૭૫૦થી વધુ સફળ ઓપરેશનો; અધિવેશનમાં પાવર પ્રેઝન્ટેશન દ્વારા સેવા પ્રવૃત્તિની ઝલક પ્રસ્તુત થશે: મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે ડિસ્ટ્રીકટ ગર્વનર ચંદ્રકાંતભાઈ દફતરીની ઉપસ્થિતિ: મેમ્બર્સ ‘અબતક’ના આંગણે
ભારત સહિત ૨૧૪ દેશોમાં પથરાયેલી વિશ્ર્વની ૧૦૨ વર્ષથી ધ્યેયને વરેલ સેવાકીય સંસ્થા લાયન્સ કલબ્ઝ ઈન્ટરનેશનલની સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારને આવરી લેતી ડિસ્ટ્રીકટ 32 32 જેનું રાજકોટનું બનેલ રીજીયન ૦૩નું વિભાગીય અધિવેશન રાજકોટ મધ્યે નીલસીટીના નૈસર્ગિંક અને આહલાદક વાતાવરણમાં કાલે ઢળતી સંધ્યાએ મળી રહ્યું છે.
આ વિભાગીય અધિવેશનની વિસ્તૃત માહિતી આપતા રીજીયન ચેરપર્સન લાયન બિપીન મહેતા અને કોન્ફરન્સ ક્ધવીનર લાયન ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું કે સેવા અને શિક્ષણની અજોડ નગરી એવી રાજકોટની સેવા પ્રવૃત્તિમાં આગવી અને અગ્રેસર કલબ લાયન્સ કલબ રાજકોટ આવકાર, લાયન્સ કલબ રાજકોટ મેઈન, લાયન્સ કલબ રાજકોટ મીટડાઉન, લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડ, લાયન્સ કલબ રાજકોટ સીલ્વર લાયન્સ કલબ રાજકોટરોયલ સીટી, લાયન્સ કલબ રાજકોટ ક્રાઉન, લાયન્સ કલબ રાજકોટ મેટોડા, લીઓ કલબ રાજકોટ, સિલ્વર લાયનેસ કલબ રાજકોટ, સિલ્વર તેના ૫૦૦થી વધુ લાયન સભ્યને સાથે રાખીને ડિસ્ટ્રીકટ ગર્વનર એમ.જે. એફ. લાયન ચંદ્રકાંતભાઈ દફતરીએ તથા વિશ્ર્વ લાયન્સના પ્રથમ મહિલા પ્રમુખ ગુડરૂન એ આપેલા સ્લોગનને મૂર્તિમંત્ર અને ચરીતાર્થ કરીને હંગર, પર્યાવરણ, વિઝન, યુથ, પેડરાઈટીંગ કેન્સર, બહેરા મુંગા બાળકોને બોલતા કરવા માટે કોક્રેલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી આઈ ઈમ્પાન્ટ સર્જરી શૈક્ષણિક જેવા સેવા કાર્યો કરીને સમાજમાં આગવી પ્રતિભા ઉભી કરેલ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ૬૦ લાયન્સ ૧૨ લાયનેસ કલબ બહેનોની અને ૮ લીઓ કલબ યુવાનોના વડા મોરબી સ્થિત ડિસ્ટ્રીકટ ગવર્નર એમ.જે.એફ. લાયન ચંદ્રકાંતભાઈ દફતરીએ વર્ષ ૨૦૧૮-૧૯ને સેવા વર્ષ તરીકે ઉજવીને તેઓના ક્રીમ પ્રોજેકટ બહેરા મુંગા બાળકોને કોકેલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી દ્વારા બોલતા કરવા અને સમાજમાં રહેલી કાણી વ્યકિતઓને માનસીક તણાવમાંથી બહાર લાવવા આર્ટીફીશીયલી આઈ ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવવાની નેમ સાથે ૭૫૦થી વધુ ઓપરેશનો કરાવીને માનવતાવાદી કાર્યનું ઉદાહરણ પૂરૂપાડેલ છે.
રીજીયન-૩ની રીજીયન કોન્ફરન્સમાં કી નોટ સ્પીકર તરીકે અમરેલી સ્થિત વર્તમાન પત્રના કટાર લેખક વરિષ્ઠ પત્રકાર અને જેઓની ગુજરાતી વાણી ઉપર જબર પ્રભુત્વ ધરાવે છે. તેવા દિલીપભાઈ ભટ્ટ આવીને સૌ લાયન બિરાદરીને તેમની વાણીનો લાભ આપવાના છે.
લાયન ડોલરભાઈ કોઠારીએ વિશેષ જણાવ્યું કે રાજકોટની દરેક કલબની સેવાકીય પ્રવૃત્તિના લેખા જોખા પાવર પ્રેઝન્ટેશન દ્વારા પૂર્વ ડિસ્ટ્રીકટ ગર્વનર લા. ભાવનાબેન કોઠારીની પ્રસ્તુતી રહેશે. સૌને માણવા જેવી આ કોન્ફરન્સમાં સ્થાનીક રાજકોટના તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ શહેરોમાંથી ડિસ્ટ્રીકના પૂર્વ ગવર્નરો રીજીયન અને ઝોન ચેર પર્સને માઈક્રો કેબીનેટ ઓફીસરે જેવા લીજેન્ડરી લાયન ખાસ ઉપસ્થિત રહેનાર છે.
આ વિભાગીય અધિવેશનના મુખ્ય મહેમાન અને ઉદઘાટક ડિસ્ટ્રીકટ ગવર્નર લા. ચંદ્રકાંતભાઈ દફતરી સ્પીકર તરીકે અમરેલીના દિલીપભાઈ ભટ્ટ, મલ્ટીપલ કાઉન્સીલ સેક્રેટરી લા. હિતેશ ગણાત્રા ડિસ્ટ્રીકટના પ્રથમ વાઈસ ગર્વનર લા. દિવ્યેશ સાકરીયા, દ્વિતિય વાઈસ ગવર્નર, લા. ધીરેન મહેતા ઉપસ્થિત રહેવાના છે. રીજીયનની કલબ દ્વારા થયેલ સેવાકીય પ્રવૃત્તિ અને વહીવટી માહિતી આપતી સ્મરણિકાનું પણ સમારોહ મધ્યે વિમોચન મહાનુભાવોના હસ્તે થશે. લા. બીપીન મહેતા,લા. ડોલર કોઠારી, લા. ચેતન વ્યાસ, લા.શૈલેશ શાહ, લા. મહેશ નગદીયા, લા. ઉમેશ ભલાણી, લા. મુકેશ પંચાસરા, લા. અંકિત ઉનડકટ, લા. નિતેશ મજીઠીયા અને લા. ભાવેશ પાનસુરીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી