આઠ અછતગ્રસ્ત તાલુકાનાં ખેડુતોને સહાયનાં ચેક તેમજ ઓર્ડર વિતરણ કરાશે: ૧૫૦૦ ખેડુતો ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ૨૫મીએ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ખેડુત સંમેલન યોજાનાર છે. જેમાં આઠ અછતગ્રસ્ત તાલુકાનાં ખેડુતોને સહાયના ચેક તેમજ ઓર્ડરનું વિતરણ કરવામાં આવનાર છે. આ ખેડુત સંમેલનમાં આઠ તાલુકાના ૧૫૦૦ જેટલા ખેડુતો ઉપસ્થિત રહેવાના છે.
જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે અધિક જિલ્લા કલેકટર પરીમલ પંડયાની હાજરીમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીના આગામી ૨૫મીએ યોજાનાર ખેડુત સંમેલન વિશે જ‚રી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ૨૫મીએ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે ખેડુત સંમેલન યોજાવાનું છે. જેમાં રાજકોટ જિલ્લાના અછતગ્રસ્ત તાલુકાઓ ઉપલેટા, ધોરાજી, જેતપુર, જસદણ, વિંછીયા, પડધરી, ગોંડલ અને કોટડાસાંગાણીના આશરે ૧૫૦૦ જેટલા ખેડુતો ઉપસ્થિત રહેવાના છે. લાભાર્થી ખેડુતોને તાર ફેન્સીંગ ટ્રેકટર સહાય, ઈનપુટ સહાય સહિતના ટોકન‚પે ચેક તેમજ ઓર્ડર આપવામાં આવનાર છે.