રાજકોટ બ્રાંચ ઓફ વિકાસા દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટ બ્રાંચ ઓફ વિકાસા દ્વારા બે દિવસીય કોન્ફરન્સનું આયોજન રૈયા સર્કલ પાસે આવેલ આઈસીએઆઈ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું ઉદઘાટન સ્વામી વેદાનિષ્ઠાનંદાજી તથા સુનિલ જખોરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને નૈતિકતા તથા જ્ઞાન પ્રાપ્તિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ કોન્ફરન્સના પહેલા દિવસે અમદાવાદથી પુનિત પ્રજાપતિ અને નિપૂન સિંધવી, ચેન્નાઈથી એમ.સથ્યાકુમાર, મુંબઈથી દેવાંગ કારિયાએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને જીએસટી, જીએસટી ઓડિટ, જીએસટી રિટર્ન, લો અને અન્ય ઘણા વિષયો વિશે માહિતી આપી અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. આ કોન્ફરન્સના બીજા દિવસે હૈદરાબાદથી પ્રેમનાથ ડી.થી, આઈસીએઆઈના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ સુનિલ તલાટી, મુંબઈથી વિક્રમ પંડયાએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને એકાઉન્ટસ અને ઓડિટ, ડાયરેકટ ટેકસ, ઈન્ફો ટેકનોલોજી વિશે માહિતી આપી અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ કોન્ફરન્સમાં ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તેમજ આ કોન્ફરન્સમાં ભારતના અલગ અલગ વિસ્તારો જેવા કે કલકતા, દિલ્હીથી અનેક વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયો ઉપર પેપર પણ રજુ કર્યા હતા. આ ઉપરાંત આ સેમિનારને સફળ બનાવવા રાજકોટ બ્રાંચના સ્ટુડન્ટ એસોસીએશનના ચેરમેન ભાવિન મહેતા, વિશાલ રાચ્છ, વાઈસ ચેરમેન કૌશલ ભુપ્તા, સેક્રેટરી તબ્બસુમ ભારમલ, ટ્રેઝરર-ક્રીતા ભીમાણી તેમજ કમિટી મેમ્બર્સ ઉદય ચાવડા, વત્સલ કામદાર, માનસી લાઠીયા, નિધી ગણાત્રા, શિવાની કણસાગરા, ભૂમિ જોશી, ભાર્ગવ મકકર, ભાવિક અવ્લાની, નમ્રતા ભાતેલીયાએ જહેમત ઉઠાવી હતી.