પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષતા અર્ચના ગુપ્તાએ દેશને મજબુત ઔર અકિકૃત બનાવવામાં મહિલા શકિત કે સક્રિય યોગદાનની આવશ્યકતા પર ભાર આપ્યો છે. ગુપ્તાએ તાજેતરમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ૯૮માં વાર્ષિક સંમેલન દરમિયાન મહિલા સશકિતકરણ પર આયોજીત સેમીનારની મુખ્ય અતિથિના ‚પમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધિત કરી હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકર દ્વારા જણાવ્યા અનુસાર આ પ્રસંગે ભાવનગર મંડળ રેલ પ્રબંધક રૂપા શ્રીનિવાસન તથા પશ્ર્ચિમ રેલવેની મુખ્ય કાર્મિક અધિકારી (પ્રશાસન) મંજુલા સકસેના સિવાય વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયનના વિવિધ વરિષ્ઠ પદાધિકારી પણ ઉપસ્થિત હતા.
ગુપ્તાએ તેમના સંબોધનમાં કહ્યું કે પશ્ર્ચિમ રેલવેની મહિલા કર્મચારીઓને ભારતીય રેલવે પર તેમના ઉતમ નિષ્પાદન માટે વધુ મહેનત કરવી જોઈએ. તેમને મહિલા કર્મચારીઓને પ્રેરિત કર્યા તથા તેમને પશ્ર્ચિમ રેલવે પર પ્રદત તેમના વિશેષ અધિકારો અને પ્રાવધાનોના વિષયમાં જાણકારી આપી હતી.
તેમને તેમની સમસ્યાઓના અનુસંધાનમાં સલાહ આપી તેમને પશ્ર્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની ભાવનગર ઈકાઈ દ્વારા ચલાવવામાં આવી રહેલ બાલ મંદિરમાં વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. ગુપ્તાએ બાલ મંદિરના અધ્યાપકો અને સ્ટાફને રોકડ પુરસ્કાર આપ્યો હતો.