નળ સરોવરના જગવિખ્યાત પક્ષી અભિયારણમાં પાણીની અછતને કારણે શીયાળો ગાળવા આવતા વિદેશી પક્ષીઓએ વડલાના તળાવને નવું ઘર બનાવ્યું
અમદાવાદ પાસે આવેલા નળ સરોવરમાં દર વર્ષે દેશ-વિદેશથી અનેક પ્રકારના પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. પરંતુ આ વર્ષે પાણીની અછતને કારણે નળ સરોવરમાં પાણી ઓછું હોય આ યાયાવર પક્ષીઓ લખતર તાલુકાના વડલા ગામે આવેલા તળાવમાં શિયાળો ગાળવા આવી પહોચ્યા છે. આ તળાવમાં ફલેમીંગો સહીતના ૧૦૦ જેટલા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળી રહ્યા છે. આ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. આ પક્ષીઓ અહિ નિર્ભયતાથી રહી શકે તે માટે ગ્રામજનો દ્વારા સ્વેચ્છાએ દેખરેખ રાખવામાં આવી રહી છે. શિકારીઓ આ પક્ષીનો શિકાર ન કરી જાય તે માટે પણ ગ્રામજનો ઘ્યાન રાખી રહ્યા છે.
આ અંગે વડલા ગામના સરપંચ રામજીભાઇ ભાંભરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે નળ સરોવરમાં જે પક્ષીઓ આવે છે. તે તમામ પક્ષીઓ વડલામાં આવે છે. આ પક્ષીઓ શિયાળાના સમયમાં આવેછે. આ ઉપરાંત પક્ષીઓ ઠંડા પ્રદેશોમાંથી આવે છે તેનું કારણ એ છે કે નળ સરોવરમાં અભ્યારણ છે અને વડલા ગામ ખાતે પણ તેવોએ અભ્યારણ બનાવ્યું છે. રાત્રે ખેડુતો સહિતનો તમામ લોકો સાથે મળીને પક્ષીઓને સલામતી આપે છે.
ખોરાક વિશે જણાવ્યું કે યાયાવર પક્ષી મુળ ખોરાક અનાજ છે ઘઉ, ડાંગરનો પાક ભાલ વિસ્તારમાં વધુ હોવાથી પક્ષીઓ આજુબાજુના ખેતરોમાં ચણવા જાય છે અને રાત્રી રોકાણ માટે વડલા ગામના સરોવરમાં આવે છે. ખાસ તો તેવોએ ઉમેર્યુ છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘર આંગણે આવેલા મહેમાનોને માન આપવું જોઇએ. જેને ઘ્યાનમાં લઇ યાયાવર પક્ષીઓનું રક્ષણ કરાય છે અને જે લોકો શિકાર માટે આવે છે. તેની અટકાયત પણ કરવામાં આવે છે. જયારે મદદ માટે જંગલ ખાતાને બોલાવાય ત્યારે તેવો પણ ખડેપગે હોય છે. ખાસ તો થોડા સમય પહેલા પાણી ન હોવાને કારણે પક્ષીઓ આવવાનું પણ બંધ થઇ ગયું હતું ત્યારે સરકાર પાસેથી પાણીની માંગ કરતા પાણી છોડવામાં આવ્યું હતું. જેથી હવે ફરીથી અહિ પક્ષીઓ જોવા મળે છે.
આ પક્ષીની ખાસિયત એ છે કે હજારો કિલોમીટરથી હવામાનને કારણે પક્ષીઓ આવે છે અને માર્ચ-એપ્રીલનો સમયમાં પાછા જતા રહે છે. વધુમાં ઉમેર્યુ આ જગ્યા પર બહોળા પ્રમાણમાં પક્ષી પ્રેમીઓ ગુજરાત સહીતના રાજયોમાઁથી આવે છે.
જયારે વધુમાં સરકારને માંગ વ્યકત કરતા જણાવ્યું કે સરકાર ડિસેમ્બરથી એપ્રીલ સુધી તેવોને પાણી આપે તો તેવો સરળતાથી પક્ષીઓ સાચવી શકશે.