પશ્ચિમ નેપાળના ડાંગ જિલ્લામાં સ્ટુડન્ટ્સ બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઇ હતી. આ ઘટનામાં 21 સ્ટુડન્ટ્સના મોત થયા છે, જ્યારે 15 અન્ય ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘોરાહીમાં કૃષ્ણસેના ઇચુક ટેક્નિકલ સ્કૂલના 31 સ્ટુડન્ટ્સ અને શિક્ષકો સલયાનમાં બોટનિકલ ગાર્ડનની એજ્યુકેશનલ ટૂરથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
ઘટનાસ્થળ કાઠમાંડૂથી 400 કિમી દૂર હોવાના કારણે પોલીસને રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી.
જો કે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ગયા અઠવાડિયે જ એક ટ્રક ખીણમાં પડવાથી 16 લોકોનાં મોત થઇ ગયા હતા.