સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણની સીમા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની રાવ ઉઠવા પામી હતી ત્યારે ડે.કલેકટર અને મામલતદાર સહીતનો સ્ટાફે આઠ ટ્રેકટર અને ડમ્પર ઝડપી પાડયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ થી ઇસદ્રાની સીમમાં ઘણા વર્ષોથી રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની અનેક વખત રજુઆત થઇ હતી પરંતુ તંત્ર જાણી જોઇને કોઇ જ  કાર્યવાહી નહીં કરતા આજે વહેલી સવારે તંત્ર હરકતમાં આવી મામલતદાર અને ડે.કલેકટર સહીતનો સ્ટાય ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ઇસદ્રા રોડ પર વોચ રાખી ગેરકાયદેસર પાસ પરમીટ વિના રેતીની હેરફેર કરતા આઠ ટ્રેકટરોને ઝડપી પાડી ૧૦ લાખથી વધુના મુદામાલને કબજે કર્યો હતો. તંત્ર દ્વારા ઝડપાયેલા ટ્રેકટર વિના રેતીની હેરફેર ચાલક દ્વારા હરીપર પાસેથી કેનાલમાં પડી જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસ દ્વારા અટક કરી તેને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો હાલ ભુમાફીયાઓ દ્વારા ગેરકાયેદસર ખનન કરી સરકારની તિજોરીમાં લાખોનું નુકશાન થાય છે ત્યારે હાલ તો આ ખનન પાછળ કેટલાય સરકારી બાબુઓના પણ નામ આવે તેવી શકયતાઓ વર્તાઇ રહી હોવાની લોકચર્ચાઓ થઇ રહી છે.

અને આ ખનન પાછળ કેટલાક પોલીસના માણસો પણ હપ્તા લેતા હોવાનું પણ ખુલ્લે તેવા વર્તુળો દેખાઇ રહ્યા છે? હાલ તો ધ્રાંગધ્રા ડે.કલેકટર અને મામલતદાર દ્વારા ઝડપાયેલા આઠ ટ્રેકટર અને એક ડમ્પરને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન સોંપી દઇ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.