એક્ટિવ અને સમરસ પેનલ દ્વારા જીતના દાવા સાથે ૬ હોદા અને ૧૧ કારોબારી બેઠકમાં ૩૭ ઉમેદવારોનું ભાવીનો સાંજે ફેંસલો
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ઠરાવ મુજબ રાજયના તમામ બાર એસોસીએશનની આજે ચુંટણી યોજાઈ. જે અંતર્ગત રાજકોટ જિલ્લા અને તાલુકા મથકે મતદાન યોજાયું જે રાજકોટ બાર એસોસીએશનના ચુંટણીમાં સમરસ અને એકટીવ પેનલ વચ્ચે કાંટે કી ટકકર સમાન જંગ જામ્યો છે. જેમાં સવારે ગુલાબી ઠંડી વચ્ચે ધીંગુ અને બપોરના સુમારે ધીમુ મતદાન નોંધાયું છે. ૬૭ ટકા મતદાન નોંધાયુંં છે.
બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં સમરસ અને એકટીવ પેનલ વચ્ચે મુખ્ય જંગ હતો. છ હોદેદારો અને મહિલા અનામત કારોબારી સહિત ૧૬ બેઠકો પર ૩૭ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવ્યું છે. જયારે સમરસ પેનલના ટ્રેઝરર બિનહરીફ ચુંટાયેલા જાહેર થયા હતા. સમરસ પેનલમાં હાલના જિલ્લા સરકારી વકીલ સંજય વોરા, ઉપપ્રમુખ તરીકે રાજેશ મહેતા, સેક્રેટરી પરેશ મા‚, જોઈન્ટ સેક્રેટરી નિલેશ પટેલ, લાયબ્રેરી સેક્રેટરી જે.એફ.રાણા અને મહિલા અનામત રેખાબેન પટેલ અને નવ કારોબારી બેઠકમાં ૧૦ ઉમેદવારોએ નસીબ અજમાવ્યા છે. જયારે એકટીવ પેનલના પ્રમુખ તરીકે હાલના ઉપપ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, જો.સેક્રેટરી વિકાસ શેઠ, સેક્રેટરી જીજ્ઞેશ જોષી અને મહિલા સહિત ૧૦ કારોબારી વકિલોએ ઉમેદવારી નોંધાવી છે.
આજે સવારે ૯ કલાકથી બંને પેનલોના ઉમેદવારો અને ટેકેદારો દ્વારા પોતાના ઉમેદવારોને મત આપવા એડવોકેટોને અપીલ કરી વિજય બનાવવા પ્રચાર કરી રહ્યા હતા અને પ્રથમ બે કલાકમાં ભારે મતદાન થયું હતું બાદ મતદાનની ટકાવારી ધીમી પડી હતી. આજે સિનિયર-જુનિયર એડવોકેટોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેમાં અભય ભારદ્વાજ, રમેશ ‚પાપરા, અનિલ દેસાઈ, કમલેશ શાહ, દિલીપ પટેલ, ઉમેશ રાજયગુરુ, ભીખાભાઈ બાંભણીયા, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, પરકીમ રાજા, રાજદિપસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, લલિતસિંહ શાહ, પિયુષ શાહ, શ્યામલભાઈ સોનપાલ, શાંતુનુભાઈ, સંજય વ્યાસ, સમીર ખીરા, મુકેશ પીપળીયા સહિત તમામ સરકારી વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
બાર એસોસીએશનની ‘વન બાર વન વોટ’ મુજબ યોજાયેલી ચુંટણીમાં ૨૧૫૩ મતદારો નોંધાયા હતા. ૧૪૬૦ વકીલોએ મતદાન કર્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે મતગણતરી હાથ ધરાશે અને રાત્રે આઠ કલાક સુધીમાં પરીણામ જાહેર થશે. ચુંટણીની કામગીરી મુખ્ય ચુંટણી અધિકારી તરીકે મહર્ષિભાઈ પંડયા, જયેશ અતિત અને તેની મદદગારીમાં અતુલભાઈ દવે અને જશુભાઈએ મદદમાં કામગીરી બજાવી હતી.