સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ અન્વયે તથા ફૂડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ એકટની જોગવાઈ અન્વયે યુઝડ કુકીંગ ઓઈલ (દાઝીયુ તેલ)ના સંભાળ તથા નિકાલ અંગે રાજય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ બાયોડીઝલ એસો.ઓફ ઈન્ડિયા તથા રાજકોટ મા નગરપાલીકા જિલ્લાના સંયુકત ઉપક્રમે સેમીનાર યોજાયો હતો.

ફૂડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ એકટની જોગવાઈઓ મુજબ ફરસાણ તળવા માટેના ખાધ તેલની ટોટ પોલાર કમ્પાઉન્ડ ૨૫ થી વધારે હોય તેવાઉપયોગ પર પ્રતિબંધ છે.

ફરસાણ વારંવાર અને લાંબો સમય તળવાથી તેલ કાળુ પડી જાય છે. અને ધુમાડા ઉત્પન્ન થાય છે. દાઝીયા તેલની ગુણવતા ટીપીસી (ટોટલ પોલર કમ્પાઉન્ડ)ના અંકથી થાય છે. ટીપીસી ૨૫થી વધારે હોય તે તેલ વાપરવા યોગ્ય નથી ૨૦ સુધીના ટીપીસી તેલયુ ફરસાણ આરોગ્યને નુકશાન થતુ નથી.

દાઝીયું તેલ પર્યાવરણ માટે ગંભીર અસરકર્તા છે. આ તેલ ગટરમાં નાખવાથી એસટીપી પ્લાન્ટને નુકશાન પહોચે છે પાણીના તળ, નદી અને સમુદ્રના પાણી પ્રદુષિત થાય છે. દાઝીયા તેલનો ફરસાણ બનાવવામાં ઉપયોગ કરવાથી આવા ફરસાણના ઉપયોગથી હાઈપરટેન્શન, અલ્ઝાઈમર, હૃદયરોગ, લીવરના રોગ, પેરેલીસીસ, કેન્સર જેવા રોગ થાય છે. ફરસાણના ઉત્પાદકો વપરાય ગયેલ તેલનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે બાયોડીઝલ એસોસીએશન ઓફ ઈન્ડીયા દ્વારા છઞઈઘ એપ દરેક વેપારીઓને ડાઉનલોડ કરાવી હતી. બાયોડીઝલ એસો. ઓફ ઈન્ડીયા દ્વારા રાજકોટ શહેર તથા જિલ્લાના જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી ફરસાણ ઉત્પાદકો પાસેથી યુઝડ કુકીંગ ઓઈલ (દાઝયું તેલ) લઈ લેવાશે જેમાંથી બાયોડીઝલ બનાવવામાં આવશે. આ માટે વેપારીઓને ૨૫ ટીપીસી સુધીના તેલ માટે ૩૦ રૂ.+ જીએસટી પ્રતિકિલો તેલ માટે ચૂકવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.