નાનપણ એટ્લે જીંદગીનો સૌથી શ્રેષ્ઠ સમય આ તમામ યાદો આપણને જીંદગીભર યાદ રહે છે. અને આ તમામ વાતો યાદ કરીને આપણે એકલા એકલા હસી પાડીએ છી એ. આમ તોએ નાનપણ જે સુકુન
અને આપની સ્માઇલ આ બંને આપના પાકા ફ્રેન્ડ હતા. જ્યારે આપણે આ વતું ને યાદ કરીએ છી એ ત્યારે એક બાજુ આપણને હસવું આવે છે અને બીજી બાજુ આપણને આંખમથી આસું આવી જાય છે.પણ કહેવાય છે ને કે જ્યારે આપની પાસે જે સમય હોય છે ત્યારે આપણને તે સમાની કદર થતી નથી પરંતુ જ્યારે તે સમય જતો રહે છે ત્યારે તે સમયને યાદ કરવા સિવાય બીજો કાય રસ્તોજ નથી. આપાણી લાઇફનો સૌથી કોઈ પળ હોય તો તે સ્કૂલ લાઇફ છે..તો ચાલો યાદ કરીયે આપની સ્કૂલ લાઈફને…
ખરેખર સ્કૂલ લાઈફ શું છે….
સ્કૂલ લાઈફ એ એક તરફી જિંદગી જ છે જે એક વાર જ આવે છે. જો એ જીવી લીધે તો જીવી લીધી ફરી
બીજીવાર આવતી નથી. આ સમય દરમ્યાન માનવી ઘણું બધુ સિખે છે અને ઘણું બધુ સિખવાડે છે. આ ઉપરાંત તે ઘણા નવા નવા અનુભવો પણ કરે છે. સ્કૂલ લાઈફ આપણને જિંદગી જીવવાની એક રાહ બતાવે છે. તે આપનું નાન પણ બતાવે છે. આ ઉપરાંત સારું ભણતર, આનંદ; સોખ, કાળજી, બેકાળજી, મસ્તી, મજાક, વગેરે અનુભવો કરાવે છે. આ માણસની જિંદગીમાં આવતો એક દસકા જેવો સમય છે.
સ્કૂલ લાઈફ એ માણસની જીંદગીનો એક પ્લેટિનમ ટાઈમ છે. માણસ આ સમય દરમ્યાન પોતાના ભાવિ જીવનનું ઘડતર કરે છે. આ ઘડતરમાં સ્કૂલ મહત્વનું પાસું છે. સૌપ્રથમ કોઈપણ વ્યક્તિ જ્ઞાન મેળવવાની શરૂઆત જ સ્કૂલ થી કરે છે. ત્યારે તે જ્ઞાન ની સાથે સાથે સિસ્ત, પ્રમાણિક્તા, જેવ અનેક અનુભવો કરે છે. આ બધા જ વ્યવહારનો તેઓ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે.
આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે ” વિદ્યાર્થીનું જીવન સુવર્ણ જીવન છે,” કારણ
કે વિદ્યાર્થી જીવન માનવ જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તે શુદ્ધ આનંદ અને સુખનો સમયગાળો છે, કારણ કે
વિદ્યાર્થીનું મન ઉગાડેલા જીવનની ચિંતાઓ અને ચિંતાઓથી મુક્ત થાય છે. આ ઉપરાંત તે જાણે છે કે જો પોતે એક વિધ્યાર્થી તરીકેના વ્યક્તિ તરીકેના જીવનમાં સફળ થશે તો પોતે એક નવો જ લક્ષ્ય સિદ્ધ કરી સકશે. તે હંમેશા તેના દેશ અને સમાજ માટેના કર્યો કરવા તૈયાર હશે.
સ્કૂલ લાઈફથી જ જીંદગીની શરતોની તૈયારીઓની શરૂઆત થાય છે. તેથી જ શાળાને જિંદહીનું મહત્વનુ સ્ટેડિયમ કહેવામા આવે છે. આ એક આવું સ્ટેડિયમ છે જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની તાકાત અને હોશિયારીને બહાર બતાવી સકે છે. ‘’સ્કૂલ લાઈફએ જીંદગીનો એક યાદગાર રંગમંચ છે’’ એવું પણ કહેવામા આવે છે.
સ્કૂલમાં બનેલા યાદગાર પળો જેવા કે,
જ્યારે ટીચર બ્લેક બોર્ડ સાફ કરવાનું કહે…
ટીચરનો સામાન લઈને સ્ટાફરુમ સુધી મૂકવો…
આખા ક્લાસની આન્સરસીટ ભેગી કરવી…
દોસ્તના માંગવા પર આપની બુક્સ માથી પિન પેઝ આપવું…
બ્રેક પાડવાની રાહ જોવી..
બધા માથી જ્યારે ટીચર આપણને મોનીટર બનાવે ત્યારેપ્રાઉડ ફિલ થવું
બધાના લેશન ચેક કરવું
ચાલુ ક્લાસે બધાની મસ્તી કરવી
છેલ્લે બેન્ચે બેસવા માટે બાજવું
લેશન ન કરવાથી ટીચરના હાથનો માર ખાવો
ટીચરનો સામાન લઈને સ્ટાફરુમ સુધી મૂકવો…
જ્યારે ક્લાસરૂમમાં ટીચરનો લેકચર પૂરો થતો ત્યારે ટીચર તેનો સમાન સ્ટાફરૂમમાં મૂકવાનું કહે છે ત્યેરે પૂરા ક્લાસ વચ્ચે જ્યારે તમને ઊભા કર્યા હોય ત્યારે આવું ફીલ થાય છે કે હું ટીચરનો ફેવરિટ સ્ટુડન્ટ છું.
જ્યારે ટીચર બ્લેક બોર્ડ સાફ કરવાનું કહે…
જ્યારે ટીચર ક્લાસમાં આવીને આપણને બ્લેક બોર્ડ સાફ કરવાનું કહે ત્યારે આપણે ઉત્સાહિત થઈને બ્લેક બોર્ડ સાફ
કરવા ઊભા થાઇ જતાં. અને જ્યારે આવી રીતે બધાની સામે આપણને એકને જ ઊભા કરીને બોર્ડ સાફ કરવાનું કહે ત્યારે આપણને એમ થતું કે આપણે આ ક્લાસના ઓનર છી અને ત્યારબાદ આપણે પૂરા ઉત્સાહ સાથે આ કામ કરતાં.
દોસ્તના માંગવા પર આપની બુક્સ માથી પિન પેઝ આપવું…
દોસ્તના માંગવા પર પોતાની બુક્સ માથી પિન પેઝ આપવું શું તમને યાદ છે. જ્યારે આપની બાજુમાં બેઠેલા આપના ખાસ મિત્રની બુક્સ પૂરી થાઇ જાય ત્યારે તે આપની પાસે તે પિન પેઝ માંગે માંગતો. એના આ પિન પેઝ માંગવાથી આપણને કઈક અલગ જ ફીલિંગ આવે આવતી.
બ્રેક પાડવાની રાહ જોવી..
જ્યારે આપણે ક્લાસરૂમામ એન્ટર થાય ત્યારથી જ આપણે લંચ બ્રેક પાડવાની રાહ જોતાં હોય છી. અને જેવો લંચ બ્રેકનો બેલ વાગે ત્યાં આપણે બેગ બંધ કરવાની રાહ પણ જોતાં નથી અને તરતજ ભાગ પેટી લઈને ગ્રાઉંડમાં દોડીને જતાં. અને એક ભાગ પેટીમાંથી બધા પોત પોતાનો નાસ્તો એક બીજાને શેર કરતાં હોય છી.
આખા ક્લાસની આન્સરસીટ ભેગી કરવી…
જ્યારે ક્લાસ રૂમમાં ટીચર ઇન્ટરનલ એક્ઝામ લે છે ત્યારે એક્ઝામ પૂરી થયા બાદ ટીચર આખા ક્લાસના સ્ટુડન્ટના આન્સર સીટ કલેક્ટ કરવાનું કહે છે આને આખા ક્લાસ વચ્ચે જ્યારે ટીચર તમારું નામ લઈને બોલે ત્યારે એ અનુભવ અને એ મજા કઈક અલગ જ હોય હતી.
આ તમામ યાદ આપણે મનમાં જીંદગીભર યાદ રાખીએ છીએ. માણસનો જ્યારે આ ગોલ્ડન ટાઈમ પૂરો થઈ
જાય છે ત્યારે માત્ર આવતું નેજ યાદ કરીને એકલો એકલો હસતો હોય છે. ખરેખર સ્કૂલ લાઈફ જેવું આપનું આખું જીવન પણ ના થઈ શકે.
શાળા ના દિવસો
“શાળા જીવન શ્રેષ્ઠ જીવન છે” જીવન કંઈક નવીનતા શીખવા વિશે છે. શાળા આપણને વધુ સારી શિક્ષણ, આનંદ અનુભવ, બધું વિશે નિરાશ, વગેરે આપે છે. તે માનવ જીવનનો આવશ્યક ભાગ છે. તે વિદ્યાર્થીઓ માટે કાળજી અને મહાન સુખની સ્વતંત્રતા છે.
“શાળા પોતાના વ્યક્તિત્વ બનવાની તક આપે છે.” એન્વાયરમેન્ટલ ક્લબ, સોશિયલ સર્વિસ ગ્રૂપ, વગેરે એ શાળાનો ભાગ છે જે આનંદદાયક શાળાના જીવન બનાવે છે. મેચો, ટુર્નામેન્ટ્સ, સાંસ્કૃતિક શો, સ્પર્ધાઓ, આઉટિંગ્સ, પીકનીક્સ વગેરે છે, શાળાના જીવનને જીવંત, ઉત્તેજક અને આનંદપ્રદ બનાવો. સ્કૂલના નિર્ણાયક કાર્યો શાળા વાર્ષિક રમત દિવસ, માતાપિતા દિવસ, શિક્ષક દિવસ, ચિલ્ડ્રન્સ ડે, વર્ષગાંઠ દિવસ, સ્થાપક દિન વગેરે છે. આ એક ભવ્ય રીતે ઉજવવામાં આવે છે જે વિદ્યાર્થીઓના જન્મજાત પ્રતિભાઓના વિકાસ માટે ઘણી તકો પ્રદાન કરે છે અને ક્ષમતાઓ.
શાળાના જીવનની નિયમિત પ્રવૃત્તિઓ
જ્યારે ટીચર આપણને ભણાવતા હોય છે ત્યારે બધા છેલ્લી બેન્ચે બેસીને બધાની નકલ કરતાં હોય છે, અમુક સર અને મેડમની મજાક કરતાં હોય છે. સૌથી આકરું તો ત્યારે લાગે છે જ્યારે આપણે ભણવામાં સૌથી ઠોઠ હોય તો પણ સૌથી હોસિયર છોકરા કરતાં નસીબે જજ માર્ક આવી જાય ત્યારે આપણી હોસિયારી આખા ક્લાસમાં સમાતી હોતી નથી. છેલ્લી બેન્ચ નો મતલબ એક જ થાય છે ‘ન ભણીએ અને ન ભણવા દઈએ’.
બધા લોકો આ લાઈફમાથી પસાર થતાં હોય છે. જ્યારે આપણે સ્કૂલમાં હોય ત્યારે એમ થાય કે જલ્દી આ સ્કૂલ પતે તો સારું આ કોણ રોજ રોજનું લેશન કરે, કોણ રોજ સરનો માર ખાય, કોણ આવી પરીક્ષા આપે. ત્યારે આપના સર ઘણી વાર આપણને કેતા હોય છે કે સ્કૂલ એ ભગવાને આપેલો બીજો જન્મ છે. અત્યારે આ જન્મને માણતા સીખો જો આ ટાઈમ એક વાર વાયો ગયો તો બીજી વાર નય આવે ત્યારે આપણે બધા આ વાતને મજાકમાં લેતા હતા ત્યારે આપના મનમાં બસ એક જ વાત ચાલતી હતી ક જલ્દી આ સ્કૂલ લાઇફ પૂરી થાય બસ આટલે હું છટકુ. પણ હવે આ બધી વાતો માત્ર વાતો અને યાદો જ બની ને રઈ ગઈ છે. હવે સમજાય છે કે ખરેખર તે સમય આપના માટે એક ગોલ્ડન સમય હતો.
શાળા એ જીવનની નર્સરી છે. માટેજ તેને જીંદગીનો ગોલ્ડન ટાઈમ કહેવામા આવે છે.