લાખ્ખોની કિમતનો મુદ્દામાલ ઝડપી પાડી 10 જેટલા ટ્રેક્ટર કબ્જે લેવાયા


તંત્ર દ્વારા દરોડા કરતા એક યુવાને આત્મ હત્યાનો પ્રયાસ કયોઁ: તંત્ર દ્વારા દરોડામા પોતાનુ ટ્રેક્ટર રેતીખનનમા આવી જતા યુવાનનુ ગંભીર પગલુ

WhatsApp Image 2018 12 21 at 12.10.05 PM

ધ્રાંગધ્રા પંથકમા બેફામ રેતી ચોરી સામે તંત્રના અધિકારીઓ દ્વારા લાલ આખ કરાઇ હતી જેમા આજે સવારે ધ્રાંગધ્રા મામલતદાર તથા ડે.કલેક્ટર દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતા 10 થી 12 જેટલા વાહનોને કબ્જે લીધા હતા જ્યારે તંત્રના કડક વલણથી ગેરકાયદેસર રેતી ખનન કરનાર વાહન ચાલક યુવાન વિકેશ રામજીભાઇ દેવીપુજક ઇશદ્રા ગામ પાસે આવેલી કેનાલમા ઝંપલાવી આત્મહત્યાની કોશીસ કરી હતી. આ તરફ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનને તાત્કાલિક બહાર કાઢી હોસ્પીટલ ખાતે સારવારમા લઇ જવાયો હતો.

WhatsApp Image 2018 12 21 at 12.10.06 PM 1

યુવાનને હોસ્પીટલમા ચાલુ સારવાર દરમિયાન તાલુકા પોલીસ દ્વારા ઉઠાવી લઇ પોલીસ સ્ટેશને હાજર કરાયો હતો. યુવાન દ્વારા આત્મહત્યાના પ્રયાસથી સમગ્ર મજુર વર્ગના લોકો દ્વારા મામલતદાર તથા પોલીસ સ્ટેશને સમગ્ર મામલે રજુવાત કરવા જતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા મજુરોને ત્યાથી હાકી કઢાયા હતા આ બનાવની સાથે સમગ્ર ધ્રાંગધ્રા પંથકમા ભુમાફીયાઓમા ફફડાટની સાથે પોલીસની આકરી ટીકા પણ થઇ હતી.

WhatsApp Image 2018 12 21 at 12.10.04 PM
WhatsApp Image 2018 12 21 at 12.10.02 PM

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.