ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેર ખબરમાં બ્રાન્ડ એમ્બેસેડરને દંડની જોગવાઇ સાથે લોકસભામાં બીલને મંજુરી

ટીવી પર કે અન્ય જગ્યાઓએ પ્રસારિત થતી જાહેરખબરમાં જાહેરાત કરતી બ્રાન્ડ એમ્બેસેડર વ્યકિતઓ અને જાહેરાત કરનારા નારી કંપની ને પ્રોડકટમાં કોઇપણ ખામી નીકળશે તો તેના પર પગાલ લેવામાં આવશે. લોભામણી જાહેર ખબરોમાં જાણીતી વ્યકિતઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે જનમાનસ પર તેની અસર થાય છે. અને તે વ્યકિત જે વસ્તુની જાહેરાત કરતી હોય તે વ્યકિતની રાહે ચાલી અન્ય લોકો પણ તેના પગલે ચાલે છે અને તે વસ્તુનો ઉપયોગ કરવા લલચાય છે. આમ ગ્રાહકોના હિત અને સંરક્ષણ તથા તેની સાથે જોડાયેલા વિવાદોને કારણે ગ્રાહક સુરક્ષા વિધેયક ૨૦૧૮ને લોકસભામાં મંજુરી આપવામાં આવી છે.

આ અંગે ગ્રાહક સુરક્ષા મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે બીલમાં એવા કોઇ પ્રાવધાન નથી જેથી દેશના સંધીય ઢાંચાને નુકશાન થાય તેમણે કહ્યું કે રાજયોના અધિકારીનો પુરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અને તેમાં કોઇ દખલ નહી થાય પાસવાને કહ્યું કે આ કાયદો ૧૯૮૬ માં બનાવ્યો હતો.

મહત્વનું છે કે વિધેયકમાં એવું પ્રાવધાન છે કે જો જીલ્લા અને રાજય ગ્રાહક ફોરમ ગ્રાહકોના હિતમાં નિર્ણય લે છે તો આરોપી કંપની રાષ્ટ્રીય ફોરમમાં નહી થઇ શકે.

પાસવાને વધુમાં જણાવ્યું કે સ્થાઇ સમીતીએ લોભામણી જાહેરાતોમાં બતાવાતી સેલીબ્રીટીએને જેલની સજાની સિફારીશ કરવામાં આવી હતી પરંતુ તેમાં માત્ર દંડની જોગવાઇ કરવામાં આવી છે.

મહત્વનું છે કે કેન્દ્રને સધીય ઢાંચામાં હસ્તક્ષેપ નહી કરવાનો હોય પરંતુ આવી લોભામણી જાહેબ ખબરોથી લોભાઇને ગ્રાહકોની સાથે જે તે કંપનીઓ તેમજ જાહેબ ખબરમાં આવતી સેલીબ્રીટીઓ પર હવે તવાઇ આવશે કેમ કે સેલીબ્રીટીસો થી પ્રેરાઇને જ ગ્રાહકો જે તે વસ્તુનો ઉપયોગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.