કેવડીયામાં ધર્મ, સમાજ, આતંકવાદ, સોશિયલ મીડિયા સહિતના મુદ્દે મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક
ગુજરાતના નર્મદા જિલ્લાના કેવળીયામાં ગુપ્તચર વિભાગી દ્વારા બે દિવસીય ચિંતન શિબીરનું આયાજેન કરવામાં આવ્યું છે. જેમાં આંતરીક સુરક્ષાને લઈ દેશભરના ડીજીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંતન શિબીરમાં સંબોધન કરનાર છે. દેશમાં કટ્ટરવાદી અને ધર્મ વચ્ચે પાતળી ભેદરેખા રહી છે. ધર્મ લોકોની લાગણી અને સંવેદનાઓ સાથે જોડાયેલો મુદ્દો છે. માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ટેન્ટ સિટીમાં આ ચિંતન શિબીરનું આયોજન થયું છે જેમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહ મંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ પણ હાજરી આપશે.
દેશમાં કાયદાની વ્યવસ્થા વધુ મજબૂત કરવાની સાથે તત્કાલ ફરિયાદોનો નિકાલ પણ જરૂરી છે. કારણ કે, જો ફરિયાદોને ન્યાય ન મળે તો તે લોકોની ધાર્મિક લાગણી દુભાવે છે. આજકાલ સોશ્યલ મીડિયા ઉપર પણ યુવાનો ગેર માર્ગે દોરાય છે અને ફેક ન્યુઝ અને મોબલીન્ચીંગ જેવી સમસ્યાનો સામનો દેશભરના લોકો કરી રહ્યાં છે. આઈએસઆઈએસ દ્વારા જે ૧૦૧ યુવાનોની ભરતી કરવામાં આવી છે તેને પણ આ ઈવેન્ટમાં જોડવામાં આવશે.
આ ઉપરાંત કાશ્મીરમાં પંચાયત અને અર્બન બોડી દ્વારા લોકતંત્રને પ્રોત્સાહન આપવા માટેના પણ પ્રયત્નો કેન્દ્ર દ્વારા કરવામાં આવશે. સોશ્યલ મીડિયા તેમજ આંતરીક સુરક્ષાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે આ બેઠક મહત્વની સાબીત થશે. આતંકવાદથી લઈને ધર્મ યુવાનોના વિકાસ તેમજ સ્ટ્રેટેજી નિર્માણ, કરતારપુર કોરીડોર સહિતના મુદ્દાઓ અંગે મહત્વની બેઠક રહેશે.