અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલયના ઉપક્રમે વિશ્વવંદનીય મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી ઉજવાઇ
લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ અને અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ગાંધી શરદ શતાબ્દીની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પુજય મોરારીબાપુ, નાગીનદાસ સંઘવી અને જય વસાવડાએ હાજરી આપી હતી. કાર્યક્રમની રુપરેખા મુજબ નાગીનદાસ સંઘવીએ ગાંધીજીના રાજકીય નેતૃત્વ વિષય ઉપર વકતવ્ય કરતા કહ્યું કે બાપુ માટે રાજકારણ લોક સેવાનો માર્ગ હતો. આ તકે પુજય મોરારીબાપુએ ગાંધીજીની ચરણ પાદુકા, ચશ્મા અને લાકડી ઉપર પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
મોરારીબાપુનું જીવન તો આપણે જાપીએ છીએ કે તેમણે ગાંધીજીના વીચારોને તેમણે સાક્ષાત અમલમાં મુકયા છે. તેમ કરૂણા, સત્ય અહીંસા, આ બધા વિચારો તેમણે મુકયા છે. એક પેઢી ગાંધીજીના સમકાલીન અને બીજી પેઢી છે જેણે ગાંધી પણ પછી જન્મ લીધો છે. જેને ગાંધીજીને સમજયા છે અને તેમને ગાંધીજી વિષે જુદા જ વિચારો છે. આ સાથે પૂ. મોરારીબાપુનું સાનિઘ્ય પણ આપણને મળશે.
ગાંધીજીનું જીવન જ એક ‘ગ્રંથ’: પુજય મોરારીબાપુ
પુજય મોરારીબાપુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જેમનું જીવન એક ગ્રંથ હતું એવા ગાંધી બાપુ માટે એક વંદનાનો કાર્યક્રમ યોજાય અને બે સમર્થ વકતાઓને આપણે આમંત્ર્યા એટલે મારી દ્રષ્ટિએ આજની સંધયા બહુ જ ઉપકારક સંઘ્યા રહી છે. હું ગ્રંથાલયના બધા જ હોદેદારોને મારી પ્રસન્નતા વ્યકત કરું છું. કે એમણે પુસ્તકો નહી પણ બે વકતાઓના મસ્તકો વંચાવ્યા છે આજની સભાને હું મારો રાજીપો વ્યકત કરું છું.
ગાંધીજી અને તેમની વિચારસરણી શાશ્વત છે:ડો. નિરંજનભાઇ પરીખ
ડો. નિરંજનભાઇ પરીખે અબતક સાથેની વાતચીતમાં કહ્યું કે લેન્ડ લાયબ્રેરી દ્વારા ગાંધીજીને સાર્ધ શતાબ્દી વંદનાનો કાર્યક્રમ આનંદની વાત છે. તેના માટે અમે બે પેઢીના કલાકારોને પસંદ કર્યા છે. ગાંધીજી શાશ્વત છે. એમની વિચારસરણી પણ શાશ્વત છે. એક પેઢી એવી છે જે ગાંધીજીના સમયમાં હસ્ત હતી અને તેમણે ગાંધીજીને જોયા મલ્યા અને માણ્યા અને તેમના વિચારો જીવનમાં ઉતાર્યા તેવી પેઢીના પ્રતિનિધિ તરીકે ૯૮ વર્ષના યુવાન નગીનદાસ સંઘવી આજની પેઢીના જય વસાવડા પણ ઉપસ્થિત રહ્યા.
તેમણે સર્વજન સમભાવ ને પણ અમલમાં મુકયું છે. તેઓ વાલ્મીકી ગ્રુપ, કિન્નર ગ્રુપ અને ગણિકાઓને પણ પોતાની કથામાં સમાવેશ કરે છે. આમ સર્વજન સમભાવની ભાવનાઓને ઉદકત રીતે તેમણે પ્રતિષ્ઠીત કરી છે. અને પોતાના બાપુ નામને સાર્થક કર્યુ છે. એટલે આજે લેન્ડ લાયબ્રેરીના આગણે સુંદર પ્રસંગ આવ્યો છે.
લેંગ લાયબ્રેરી એકવાત કરીએ તો ગાંધીજી જોડે તેના વિશિષ્ટ નાતો છે જયારે ગાંધીજી પોતાના રાજકોટના જીવન કાળ દરમિયાન નિયમતિ રીતે લેંગ લાયબ્રેરી આવતા ઢેબર રોડ પર આવેલી ગાંધી સ્કુલ જે હાલ ગાંધી મ્યુઝિયમ છે તેની બરોબર સામે લેંગ લાઈબ્રેરી છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં જ્ઞાન પીપાસુ લોકો છે તેની વાચન ક્ષુધાને સંતોષી રહી છે. અમારે માટે ગર્વની વાત છે કે ગાંધીજી પણ અહી આવતા અને તેમના પિતાશ્રી અમારે ત્યાં કાર્યવાહીમાં હતા. બહુ સક્રિય હતા અને ગુજરાતના વિદ્વાન સાહિત્યકારો અવાર નવાર અને રાજકીય લેખકો રાજકીય લોકો કેશુભાઇ, બાજપાઇનું અને મોરારજીભાઇ પણ જયારે રાજકોટ આવતા ત્યારે લેંગ લાયબ્રેરી આવતા નરેન્દ્ર મોદી પણ લેંગ લાયબ્રેરીમાં આવી ગયા છે.
તરીકે અને વકતવ્ય આપવા પણ આવી ગયા છે લેંગ લાયબ્રેરીનો ગાંધીજી જોડે વિશિષ્ટ નાતો છે. અને એટલે અમે સાર્ધ શતાબ્દી અંતર્ગત વંદના માટે ખાસ કાર્યક્રમ રાખ્યો છે. અમારા માટે આનંદની વાત છે કે આવા વિદ્વાન વકતાઓ, શ્રોતાઓ અને મોરારીબાપુ અહી પધાર્યા છે. સમય અનુકુળ ન હોવા છતાં સમય કાઢીને પધાર્યા તે જ બતાવે છે કે ગાંધીજી શાશ્વત છે. દુનિયાના ગમે તે ખુણામાં તમે ગાંધીજીની વાત કરો તો માણસ શોધવા ન જવા પડે તેઓ ગાંધીજીને જાણે છે અને તેમને સમજવા ઉત્સુક છે.