આ પ્લાન્ટમાં ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા યોજના હેઠળ મોબાઇલ ફોનનું નિર્માણ કરવામાં આવે છે. ફોનની ડિઝાઇન પણ અહી તૈયાર કરાય છે. જો કે, આ પ્લાન્ટનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. આ કંપનીએ છેલ્લા 6 મહિનામાં 50 લાખ ફોન બનાવ્યાં છે.
ભારત સરકારના મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ નીચે ચાલતી એક મોબાઈલ નિર્મિત કંપનીમાં 60 ચાઇનીઝ નિષ્ણાતોએ મુલાકાત લીધી. ફોરેનર રજીસ્ટેસ ઓફિસ(FRRO)ના લોકો આ પ્લાંટના પ્રવાસ વીસે પૂછપરછ કરી હતી. સાથે સાથે તેમણે ભારત છોડવાનો આદેશ આપ્યો.આ લોકો પર વ્યાપાર વિઝાના ઉલઘનનો આરોપ છે.આ મામલાને લઈ કંપનીના એક અધિકારીને બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ બી.પી. ધર્માધિકારી અને સારંગ કોટવાલની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
FRROના આદેશ પછી વિઝાની માન્યતા હોવા છતાં, ઘણા લોકોએ ભારત છોડી દીધું છે. આમાંના ઘણા લોકો 2020 સુધી વીઝાની માન્યતા ધરાવે છે. આ લોકોને 15 ડિસેમ્બરે કોઈ પણ કિંમતે ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અદાલતે આ બાબત ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે આના પાર શુક્રવારે સુનવણી કરવામાં આવશે. કોહલીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ 60 લોકો સાયબર ટેક્નોલૉજી માટે પ્લાન્ટમાં આવ્યા હતા. તેમણે આગળ કહ્યું કે આ લોકોને કંપનીના બીજા સાહસ દ્વારા પ્રવાસ માટે મોકલવામાં આવ્યા હતા.