શિક્ષક આજીવન શિક્ષક જ રહે છે. શિક્ષક આજીવન વિદ્યાર્થી બની રહે છે. આ ઉકિતને જીટીયુના વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠે સાર્થક કરી બતાવી છે. કુલપતિ બન્યા પછી પણ તેઓ સંશોધન કાર્યમાં અવિરતપણે કાર્યરત છે જેનું ઉદાહરણ છે – તાજેતરમાં જ તેઓએ સિડની ઓસ્ટ્રેલિયા ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં બ્રેસ્ટ કેન્સરનો ઈલાજ આયુર્વેદ આપી શકે છે એ વિષય પર મનનીય અને ઉંડાણપૂર્વક માહિતી આપતું સંશોધન પત્ર રજુ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેઓએ આવું જ એક સંશોધન બ્રેસ્ટ કેન્સર અને તેના આયુર્વેદમાં રહેલા ઉપાયો ઉપર વકતવ્ય આપ્યું હતું. આ કોન્ફરન્સમાં વિવિધ ૧૫ દેશના લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રોફેસર નવીનભાઈ શેઠને મુખ્ય વકતા તરીકે બોલાવવામાં આવ્યા હતા અને તેઓને કોન્ફરન્સમાં ઓર્ગેનાઈજીંગ કમિટી મેમ્બર તરીકે આખા ભારતમાંથી એકમાત્રને સમ્માનિત કરાયા હતા.
તેમના આ વકતવ્યમાં બ્રેસ્ટ કેન્સર વિશે વ્યાખ્યાન આપતા રસપ્રદ આંકડા રજુ કર્યા હતા. જેમ કે, બ્રેસ્ટ કેન્સર એ ભારત ખુબ જ પ્રમાણમાં જોવા મળે છે. દરેક ૮ સ્ત્રીમાંથી ૧ સ્ત્રીમાં બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળે છે. તેમણે એ પણ જણાવ્યું કે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પહેલા મોટી ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળતું પણ હવે એ નાની ઉંમરમાં પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારબાદ તેમને બ્રેસ્ટ કેન્સરને કેવી રીતે માત આપી શકાય અને તેના માટે આપન આયુર્વેદમાં કયા ઉપાયો રહેલા છે એ પણ દર્શાવ્યું હતું. તેમને આ સંશોધન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી ભવનના હેડ ડો.મિહિરભાઈ રાવલ તથા એમ.ફાર્મના વિદ્યાર્થી બિંદીયાબેન દામા તેમજ હર્ષ લાડોલકર સાથે રહીને કર્યું હતું. તેઓની આ સિદ્ધિ બદલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ફાર્મસી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સમગ્ર ગુજરાતને ડો.નવીનભાઈ શેઠ તથા કશ્યપભાઈ ઠુંમરએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેરી નામના અને ગૌરવ અપાવ્યા છે.